મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

વેક્સિનનો 100 કરોડમો ડોઝ લેનાર અરુણ રાયને મળ્યા પીએમ મોદી

પીએમએ પૂછ્યું-આ તેમનો પહેલો ડોઝ છે કે બીજો. જવાબમાં રાયે કહ્યું -આ તેનો પહેલો ડોઝ છે ત્યારે પીએમ મોદી થોડા નારાજ થયા અને કહ્યું કે તેણે વેક્સિન લેવામાં કેમ આટલું બધુ મોડું કર્યું.

નવી દિલ્હી : દેશમાં વેક્સિનનો 100 કરોડમો ડોઝ જ્યારે અરુણ રાયને અપાઈ રહ્યો હતો ત્યારે તે વખતે પીએમ મોદી હાજર હતા. પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું આ તેમનો પહેલો ડોઝ છે કે બીજો. જવાબમાં રાયે કહ્યું કે આ તેનો પહેલો ડોઝ છે ત્યારે પીએમ મોદી થોડા નારાજ થયા હતા અને કહ્યું હતું કે તેણે વેક્સિન લેવામાં કેમ આટલું બધુ મોડું કર્યું. 

આરોગ્ય કાર્યકર જસમીત સિંહે કહ્યું કે વડા પ્રધાને તેમને તેમના અનુભવ વિશે પૂછ્યું. સિંહે કહ્યું, "મેં તેમને મારા અનુભવ અને રસીકરણ કેન્દ્રમાં મારી ફરજ વિશે જણાવ્યું હતું. મેં તેમને કહ્યું કે અમે લોકોને કેવી રીતે સમજાવીએ છીએ કે કોવિડ-19 સામેની અમારી લડતમાં રસીકરણ એ એક મહત્વપૂર્ણ સાધન છે.

અન્ય એક આરોગ્ય કાર્યકર (એક નર્સ)એ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રીની અમારી સાથેની મુલાકાત એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.‎

ગાર્ડે કહ્યું, 'મેં તેમને (પીએમ મોદી)  એમ પણ કહ્યું હતું કે તમે એકવાર કહ્યું હતું કે તમે દેશના ચોકીદાર છો. આનાથી અમારુ માન-સન્માન વધ્યું છે. તેમણે  મારી પીઠ પણ થપથપાવી. મોદી ઘણીવાર પોતાને 'ચોકીદાર' કહેતા આવ્યા છે જે પોતાને ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટ થવા દેશે નહીં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતને કોવિડ વિરોધી રસીકરણમાં 100 કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવામાં 279 દિવસ નો સમય લાગ્યો છે‎.

(9:24 pm IST)