મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

હવે માહિતી અધિકાર હેઠળ પત્ની જાણી શકશે પતિનો પગાર કેટલો ?: કેન્દ્રીય માહિતી આયોગે આપ્યો આદેશ

જોધપુરના ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને 15 દિવસની અંદર મહિલાને પતિના પગાર વિશે તમામ માહિતી આપવા તાકીદ

નવી દિલ્હી : પતિને કેટલો પગાર મળે છે   જાણવાનો અધિકાર પત્નીને મળી ગયો છે અને જાણકારી આરટીઆઈ દ્વારા પણ હાંસલ કરી શકાય છે કેન્દ્રીય માહિતી આયોગે એક કેસની સુનાવણી કરતા વાત કહી છે. કેસની સુનાવણી કરતા માહિતી આયોગે જાણકારી ના આપવાના આદેશને ફગાવી દીધો છે. તેની સાથે જોધપુરના ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને 15 દિવસની અંદર મહિલાને પતિના પગાર વિશે તમામ માહિતી આપવાનું જણાવ્યું છે

   આયોગે જણાવ્યું કે પત્નીને પતિની ગ્રોસ ઇનકમ અને ટેક્સેબલ ઇનકમ વિશે જાણકારી રાખવાનો પૂર્ણ અધિકાર છે. તેની સાથે માહિતી આયોગે તર્કને પણ ફગાવી દીધો છે કે પ્રકારની માહિતી થર્ડ પાર્ટીને નથી અપાઇ શકતી અને આરટીઆઈ હેઠળ નથી આવતી. માહિતી આયોગે જોધપુરની મહિલા રહમત બાનોની અપીલ પર સુનાવણી કરતા આદેશ આપ્યા છે

અગાઉ જોધપુરના ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે માહિતી આપવાની ના પાડતા જણાવ્યું હતુ કે ત્રીજા પક્ષ સાથે માહિતી શેર નથી કરી શકાતી. આમ કરવું નિયમોનું ઉલ્લંઘન હશે. તેના પહેલા પણ માહિતી આયોગ તરફથી કહેવામાં આવ્યું હતુ કે સરકારી કર્મચારીઓની પત્નીને જાણવાનો અધિકાર છે કે તેમના પતિની પગાર કેટલી છે.

એટલું નહીં પતિને કેટલો પગાર મળે છે તે જાણવાનો પણ પત્ની અધિકાર છે અને માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ સાર્વજનિક પણ કરી શકાય છે. કેન્દ્રીય માહિતી આયોગનો નિર્ણય આરટીઆઈના ખાનગી મામલામાં ઉપયોગ કરવાના માર્ગ પણ ખોલે છે. સામાન્ય રીતે સરકાર પાસેથી કોઇ યોજના અને અન્ય મામલા સંબંધિત માહિતી મેળવવા માટે આરટીઆઈનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં કેન્દ્રીય માહિતી આયોગના નિર્ણયે એક પ્રકારનો નવો માર્ગ ખુલ્લો મુક્યો છે

 

(12:17 am IST)