મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

માલદીવમાં હનીમૂન માટે જતા લોકોના થાય છે છૂટાછેડા!

થાઇલેન્ડ સૌથી સુરક્ષિત : નથી થતા છુટાછેડાઃ માલદીવમાં હનીમૂન મનાવતા કપલ્સની વચ્ચે છૂટાછેડા થવાના ચાન્સ સૌથી વધુ છે તે વાત એક સ્ટડીમાં સામે આવી છે

નવી દિલ્હી,તા. ૨૧: લગ્ન સાત જન્મોનો સંબંધ છે. પણ કેટલીક વાર સંબંધ શરૂ થયા પછી લાંબા ગાળે છૂટાછેડામાં પણ પરિવર્તિત થતો હોય છે. આમ પણ હાલ છૂટાછેડાના કેસ વધ્યા છે. પણ આ છૂટાછેડા મામે એક સ્ટડીમાં ચોંકવનારી જાણકારી બહાર આવી છે. કંપેયર બેટ દ્વારા કરવામાં આવેલી આ સ્ટડીમાં આ વાત સામે આવી છે. જે મુજબ માલદિવમાં હનીમૂન કરવા જતા કપલ્સની વચ્ચે છૂટાછેડાના વધુ કેસ સામે આવ્યા છે. આ સ્ટડી તે ૩,૧૦૦ લોકો પર કરવામાં આવી છે જે હનીમૂન માટે અહીં ગયા હતા અને પછી તેમના જીવનસાથીથી છૂટા પડ્યા છે. સન યુકેની ખબર મુજબ થાઇલેન્ડ કેનકમ, બેંકકોકને તેમણે સુરક્ષિત હનીમૂન ડેસ્ટિનેશન જણાવ્યા છે.

 ઉલ્લેખનીય છે કે ૩૧૦૦ લોકોમાંથી ૬૨૦ અહીં ગયા હતા અને ૨૦ ટકા લોકોએ છૂટાછેડા લીધા છે. આ તમામ લોકોએ માલદીવમાં સરસ રીતે હનીમૂન એન્જોય કર્યું હતું. આંકડા મુજબ માલદીવ તે દેશોના લિસ્ટમાં ટોપમાં છે જયાં હનીમૂન માટે જતા કપલ્સ ગયા પછી છૂટાછેડા થાય છે. ત્યાં જ માલદીવ પછી મોરક્કોના મારાકેસ શહેરનું નામ આવે છે. જયાં હનીમૂન પર ગયા પછી ૫૨૭ એટલે કે ૧૭ ટકા લોકોના છૂટાછેડા થયા છે. વળી ત્રીજો નંબર બોરા બોરા હનીમૂન ડેસ્ટિનેશનનો આવે છે. આ આંકડો પણ ૧૩ ટકા છે.

 આ સિવાય સેફ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે કેલિફોર્નિયાની નાપા વેલી અને બેંકકોક લિસ્ટમાં સૌથી ઉપર છે. ઉલ્લેખનીય છે કે નાપા અને બેંકકોકમાં હનીમૂન માટે જતા લોકોની વચ્ચે ખાલી એક ટકા છૂટાછેડાની વાત સામે આવી છે. આ સાથે જ મેકિસકોના કેનકમ આંકડા પણ ખાલી ત્રણ ટકા છે. જણાવી દઇએ કે કેનકમ દુનિયાના સૌથી લોકપ્રિય હનીમૂન ડેસ્ટિનેશનમાંથી એક છે.

 સ્ટડી મુજબ, હનીમૂન મુજબ તમે બ્રિટેન જઇ શકો છો કેમકે ૧૫ હનીમૂન ડેસ્ટિનેશનની આ લિસ્ટમાં બ્રિટનની એક પણ જગ્યા સામેલ નથી. યુરોપિયન દેશો ગ્રીકના સેંટોરિની, રોમનું વેનિસ, ક્રોએશિયાનું ડુબ્રોવનિક પણ હનીમૂન પછી છૂટાછેડા તરફ દોરી જાય છે. આ વચ્ચે નવા ટ્રેન્ડ કપલ એકબીજા વગર પણ હોલીડે પર જાય છે જેને સોલોમૂન્સ કહેવાય છે. હોલીડે ડેસ્ટિનેશન પર આવા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

 માલે- આ માલદીવની રાજધાની છે. અહીં કારો અને સ્કૂટરો સિવાય ભારતીય મસાલાની પણ બજાર છે. માલેમાં બજાર અને કેટલીક જૂની મસ્જિદ જોવા લાયક છે. માલદીવની રાજધાનીમાં ભ્રમણ કરવા પણ અનેક લોકો જાય છે.

(9:44 am IST)