મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

ટિગ્રે વિદ્રોહિયોનું સમર્થન કરી રહ્યા છે ડબલ્‍યુ.એચ.ઓ. ચીફ : ઇથિયોપિયાઇ સેના પ્રમુખ

ઇથિયોપિયા : ઇથિયોપિયાના સેના પ્રમુખ જનરલ બિરહાનુ જુલાએ ડબલ્‍યુ. એચ.ઓ. ના મહાનિર્દેશક ટ્રેડ્રોસ એધનોમ ગેબ્રિયેસસ પર ટિગ્રે વિદ્રોહીયોનું સમર્થન કરવાનો આરોપ લગાવ્‍યો એમણે કહ્યું કે સંઘર્ષ વચ્‍ચે ટેડ્રોસ ટિગ્રે પીપલ્‍સ લિબરેશન ફ્રન્‍ટ માટે સૈન્‍ય મદદ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. ટિગ્રેયન વંશના ઇથિયોપિયાઇ ટેડ્રોસ ર૦૦પ-ર૦૧૬ સુધી ઇથિપોપિયાના સ્‍વાસ્‍થ્‍ય અને વિદેશમંત્રી રહ્યા.

(10:14 pm IST)