મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

કેનેડાની કોલેજોમાં એડમિશન અપાવી દેવાના બહાને પંજાબના સ્ટુડન્ટ્સને કરોડો રૂપિયાનો ધુમ્બો : ન એડમિશન મળ્યું ,ન વિઝા મળ્યા : એજન્ટને બખ્ખા

પંજાબ : કોરોના કાળમાં કેનેડાની કોલેજોમાં એડમિશન અપાવી દેવાના બહાને તથા વિઝા અપાવી દેવાના બહાને પંજાબના એજન્ટે અનેક સ્ટુડન્ટ્સને કરોડો રૂપિયાનો ધુમ્બો  લગાવી દીધો હોવાનું જાણવા મળે છે.

એજન્ટે કેનેડાની પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન અપાવી દેવાના બહાને તથા વિઝા પણ અપાવી દેવાની વાતો કરી લાખો કરોડો રૂપિયા એડવાન્સમાં લઇ લીધા હતા.તેમછતાં એડમિશનની અને વિઝાની વાતો પોકળ નીવડી હતી.

ઉલ્લેખનીય છે કે અવારનવાર સરકાર દ્વારા અધિકૃત કોલેજોની યાદી જાહેર થતી હોવા છતાં લોકો કેનેડા જવાની લાલચમાં આવી જવાથી એજન્ટ લોકોની ચાલનો ભોગ બની જાય છે. અને નાણાં ગુમાવે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)