મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

બુધ્ધ ભગવાનનાં નિવાર્ણ સ્થાન ઉત્તરપ્રદેશના કુશીનગરમાં કાલથી પૂ. મોરારીબાપુની ઓનલાઇન શ્રી રામ કથા

રાજકોટ,તા.૨૨ : પૂ. મોરારીબાપુનાના વ્યાસસ્થાને કાલે તા. ૨૩ને શનિવારથી ઉત્તરપ્રદેશમાં આવેલ ભગવાન બુધ્ધનાં નિવાર્ણ સ્થાન કુશીનગર ખાતે ઓનલાઇન રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૩થી તા. ૩૧ જાન્યુઆરી સુધી દરરોજ પૂ. મોરાબીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે. કોરોના મહામારીના કારણે શ્રી રામકથા ભાવિકો મર્યાદિત સંખ્યામાં સરકારની ગાઇડલાઇન મુજબ હાજર રહી શકશે. જ્યારે શ્રી રામકથાનું આસ્થા ચેનલ અને પૂ. મોરારીબાપુની ઓફીશયલ વેબસાઇટ યુ-ટ્યુબ ઉપર લાઇવ પ્રસારણ કરાશે.

(11:30 am IST)