મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

જોગિયા સ્ટેશન વિસ્તારના કટયા ગામ નજીક જાનૈયાઓથી ભરેલી ટ્રેલરમાં બોલેરો ઘૂસી જતા 8 જાનૈયાઓના કરૂણ મોત: ત્રણ ઈજાગ્રસ્ત

મૃતકોમાં સાત શોહરતગઢ વિસ્તારના મહલા ગામના અને એક ચિલ્હિયા વિસ્તારના ખમ્હરિયા ગામના હતા: પોલીસ દ્વારા મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્‍યા

નવી દિલ્‍હી : જોગિયા સ્ટેશન વિસ્તારના કટયા ગામ નજીક શનિવારની મોડી રાતે રસ્તાના કિનારે ઉભેલા ટ્રેલરમાં જાનૈયાઓથી ભરેલી બોલેરો ઘૂસી ગઈ. જેમાં આઠ જાનૈયાઓના મોત નીપજ્યા જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતકોમાં સાત શોહરતગઢ વિસ્તારના મહલા ગામના અને એક ચિલ્હિયા વિસ્તારના ખમ્હરિયા ગામના હતા. માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

શોહરતગઢ વિસ્તારના મહલા ગામમાંથી શનિવારે જાન શિવનગર ડિડઈ વિસ્તારના મહુઅવા ગામ ગઈ હતી. મોડી રાતે જાનમાંથી એક બોલેરોમાં ડ્રાઈવર સહિત 11 લોકો પાછા ઘરે આવી રહ્યા હતા. અત્યારે તેઓ જોગિયા વિસ્તારના કટયા ગામ નજીક પહોંચ્યા જ હતા કે બોલેરો રસ્તાના કિનારે ઉભેલા ટ્રેલરમાં ઘૂસી ગઈ. જેમાં મહિલા ગામ નિવાસી સચિન પાલ (10) પુત્ર કૃપાનાથ પાલ, મુકેશ પાલ (35) પુત્ર વિભૂતી પાલ, લાલા પાસવાન (26), શિવસાગર યાદવ (18) પુત્ર પ્રભુ યાદવ, રવિ પાસવાન (19) પુત્ર રાજારામ, પિંટુ ગુપ્ત (25) પુત્ર શિવપૂજન ગુપ્ત, અને ચિલ્હિયા વિસ્તારના ખમ્હરિયા ગામ નિવાસી ગૌરવ મોર્ય પુત્ર રામ સહાયના મોત નીપજ્યા. જ્યારે મહિલા ગામ નિવાસી રામ ભરત પાસવાન ઉર્ફે શિવ (48) પુત્ર તિલક રામ પાસવાન, સુરેશ ઉર્ફે ચીનક (40) પુત્ર પૂન્નૂ લાલ પાસવાન, વિક્કી પાસવાન (18), પુત્ર અમર પાસવાન, શુભમ (20) પુત્ર કલ્લૂ ગૌંડ ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

માહિતી મળતા પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા અને ચારેય ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાં ડોક્ટરોએ રામ ભરત અને સુરેશ ઉર્ફે ચીનકની હાલત ગંભીર જોઈ બીઆરડી મેડિકલ કોલેજ ગોરખપુર રેફર કરી દેવાયા જ્યાં રામભરતનુ મોત નીપજ્યુ. વિક્કી અને શુભમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

(11:46 am IST)