મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

પંજાબમાં તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું - જો ખેડૂતો ઈચ્છે તો સરકાર બદલી શકે છે.

જનસભાને સંબોધતા કહ્યું - ખેડૂતોને યોગ્ય ભાવ અને તેની બંધારણીય ગેરંટી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું જોઈ

નવી દિલ્હી :  તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ રવિવારે પંજાબ પહોંચ્યા હતા. ચંદીગઢમાં તેમણે ગલવાન ઘાટીમાં સંઘર્ષ દરમિયાન શહીદ થયેલા સૈનિકો અને ગયા વર્ષે ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં જનતાને સંબોધતા કેસીઆરએ કહ્યું હતું કે ખેડૂતો જો ઇચ્છે તો સરકાર બદલી શકે છે અને જ્યાં સુધી તેઓને તેમના પાકના લાભકારી ભાવની બંધારણીય ગેરંટી ન મળે ત્યાં સુધી તેમણે લડતા રહેવું જોઈએ.

ચંદ્રશેખર રાવે વર્ષભરના આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ખેડૂતોની ધીરજ અને નિશ્ચયને સલામ કરે છે. “વિરોધ કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની, આતંકવાદી તરીકે ઓળખવામાં આવ્યા હતા. ખેડૂત નેતાઓને મારી એક જ વિનંતી છે કે આપણે આ વિરોધ માત્ર પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચાલુ રાખવો જોઈએ. ખેડૂતો ઈચ્છે તો સરકાર બદલી શકે છે. તે કોઈ મોટી વાત નથી. ખેડૂતોને યોગ્ય ભાવ અને તેની બંધારણીય ગેરંટી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું જોઈએ.તેલંગાણાના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામ અને કૃષિ ક્ષેત્રમાં હરિત ક્રાંતિમાં પંજાબના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. રાવે કહ્યું, ‘પંજાબ એક મહાન રાજ્ય છે.’ રાવની સાથે તેમના દિલ્હી સમકક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હતા.

(10:30 pm IST)