મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

જ્યોતિરાદિત્ય સિંધિયાની સુરક્ષામાં બેદરકારી : મધ્ય પ્રદેશનાં 14 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

પોલીસકર્મીઓએ સિંધિયાનાં બદલે અન્ય ગાડીને 8 કિમી સુધી એસ્કોર્ટ કરી

નવી દિલ્હી : ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાની સુરક્ષામાં ચુકનાં પગલે મધ્ય પ્રદેશ પોલીસનાં 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સિંધિયા દિલ્હીથી ગ્વાલિયર આવી રહ્યા હતા, આ દરમિયાન મધ્ય પ્રદેશ બોર્ડર પર તેમની સુરક્ષામાં ચુક જોવા મળી હતી  પોલીસકર્મીઓ સિંધિયાનાં બદલે અન્ય ગાડીને 8 કિમી સુધી એસ્કોર્ટ કરી રહ્યા હતા, બાદમાં તેમની ભુલ પકડાઇ હતી, કે તેઓ કોઇ બીજાની ગાડીને સુરક્ષા આપી રહ્યા હતાં.

બાદમાં તે પાયલોટ વાહનમાં બેઠેલા પોલીસકર્મીઓને જ્યારે તેમની ભૂલ સમજાઇ ત્યારે સિંધિયાની ગાડી ઘણી આગળ નિકળી ગઇ હતી, આ 14 પોલીસકર્મીની બેદરકારીનાં કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સિંધિયાને સરકાર દ્વારા ઝેડ કેટેગરીની વીઆઇપી સુરક્ષા આપવામાં આવી છે, સિંધિયાની ગાડી કોઇ પણ પાઇલોટ વાહનની સુરક્ષા વગર 8 કિમી સુધી એકલી ચાલી રહી હતી, રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીર બેદરકારી માનીને 14 પોલીસકર્મીની બરતરફીનો હુકમ કર્યો છે.

(12:00 am IST)