મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન હવે તમિલનાડુ સરકારને આપશે આર્થિક સલાહ

વિશ્વનાં અગ્રણી આર્થિક નિષ્ણાતોની સલાહ માટે આર્થિક સલાહકાર કાઉન્સિલની રચના કરાશે

ચેન્નઇ :તમિલનાડુનાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે 16મી તમિલનાડુ વિધાનસભાનાં પહેલા સત્રને સંબોધ્યું હતું, જેમાં તેમણે રાજ્ય સરકારની ભાવી યોજનાઓ વર્ણવી હતી, તેમના સંબોધન દરમિયાન કહ્યું કે રાજ્ય સરકાર વર્તમાન આર્થિક મંદીને નિયંત્રિત કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.

આ માટે વિશ્વનાં અગ્રણી આર્થિક નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે, અને તે માટે આર્થિક સલાહકાર કાઉન્સિલની રચના કરવામાં આવશે, જેમાં નોબેલ પારિતોષિક વિજેતા પ્રો એસ્થર ડુફ્લો, RBIનાં પુર્વ ગવર્નર રઘુરામ રાજન, ડો. અરવિંદ સુબ્રમણ્યમ, પ્રોફેસર જીન ટ્રેજ, અને ડો. એસ નારાયણની નિમણુક કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આ કાઉન્સિલની સલાહથી રાજ્ય સરકાર રાજ્યની અર્થવ્યવસ્થાને પાટા પર લાવશે અને સુનિશ્ચિત કરશે કે આર્થિક વિકાસનો લાભ સમાજના તમામ વર્ગ સુધી પહોંચે. કોરોનાવાયરસ રોગની ત્રીજી લહેરની આગાહી વિશે બોલતા, પુરોહિતે કહ્યું કે તબીબી નિષ્ણાતોએ કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે ચેતવણી આપી છે.

સરકાર દ્વારા ત્રીજી લહેરનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. રાજ્યમાં આરોગ્ય સેવાઓનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. 11 નવી મેડિકલ કોલેજો સહિત આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલા તમામ બાંધકામ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂરા કરવા પર ભાર મુકવામાં આવ

(12:38 am IST)