મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

હવેની મહામારીમાં એન્ટીબાયોટિક દવા કામ નહિ આવે

એક નવા અભ્યાસમાં ખુલાસો : હવે પછીની મહામારી બેકટેરિયા સંબંધિત હશે જેના પર એન્ટીબાયોટિકની અસર નહિ થઇ શકે : એન્ટીબાયોટિક અસર ન કરે તેવી બિમારીઓનો ખતરો છે ત્યારે મોટી કંપનીઓએ એ તરફ રિસર્ચ કરવું જરૂરી છે

નવી દિલ્હી તા. ૨૨ : એન્ટીબાયોટિક દવાઓ આધુનિક ચિકિત્સા પધ્ધતિઓની સૌથી મોટી શોધ છે જે દર વર્ષે લાખો - કરોડો લોકોના જીવ બચાવે છે પણ હવે પછીની મહામારી એવી હશે જેના પર એન્ટીબાયોટિક, એન્ટીમાઇક્રોબિયલ, એન્ટીબેકટેરીયલ દવાઓની અસર નહિ પડે. એક અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે. એટલે કે માનવજાત એક એવા ટાઇમબોમ્બ સાથે જીવી રહી છે જે ગમે ત્યારે ફુટી શકે છે.

એન્ટીબાયોટીક દવા આધુનિક મેડિકલ સાયન્સની સૌથી મોટી ખોજ છે. આ દવા વર્ષમાં લાખો લોકોનો જીવ બચાવે છે. પરંતુ આગામી મહામારી એવી હશે કે, જેમાં એન્ટીબાયોટીક, એન્ટીમાઈક્રોબિયલ, એન્ટીબેકટેરિયલ દવાની અસર થશે નહીં. એક નવા અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે.

એન્ટીબાયટિકસ એક એન્ટીમાઈક્રોબિયલ પદાર્થ હોય છે. જે બેકટેરિયાની વિરુદ્ઘ શરીરમાં સંઘર્ષ કરે છે. અને કોઈપણ પ્રકારે બેકટેરિયલ સંક્રમણને રોકવામાં અસરકારક હોય છે. આ દવાઓનો ઉપયોગ શરીરમાં સુક્ષ્મ જીવો દ્વારા ફેલાનારા સંક્રમણને રોકવા માટે કરવામાં આવે છે. અને શરીરમાં તેનો વિકાસ રોકવામાં અને ફેલાવવાનું અટકાવે છે.

એન્ટીબાયોટિકસની અસર અને સરળતાથી મળી જતી હોવાથી પૂરી દુનિયામાં તેનું એક મોટું વેચાણ છે. પરંતુ આ દવાઓનો ઉપયોગ જરૂરીયાતથી વધુ થઈ રહ્યો છે. પરંતુ શરીરમાં કેટલાક બેકટેરિયા એવા પણ હોય છે કે, જે આ દવાઓને પણ અસર થવા દેતી નથી. આ કારણે આગામી સમયમાં વધુ એક મહામારી બેકટેરીયા સંબંધિત હોય શકે છે. આ સમયે દુનિયાભરના મેડિકલ રિસર્ચર એ વાતની ચિંતામાં છે કે, કોઈ એવી પણ બીમારી આવી તો જેના પર એન્ટિબાયોટિક દવાનો અસર થશે નહીં.

WHOએ એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટેંસને વૈશ્વિક જોખમ દર્શાવ્યું છે. WHOએ કહ્યું કે, ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ લઈ શકે છે. આવી બીમારી દુનિયાના કોઈપણ દેશમાં ફેલાઈ શકે છે. અને કોઈપણ ઉંમરના લોકોને પોતાના શિકાર બનાવી શકે છે. અને બીમારી ત્યારે વધારે ખતરનાક બની જાય છે. જયારે તેમના પર દવાની અસર થતી નથી.

ડચ બાયોટેક લાઈફ સાઈન્સ સંસ્થાના હોલૈડબાયોના MD અનીમીકે કહ્યું કે, એન્ટીબાયોટીક રોધી બીમારી મોટો ખતરો છે. આ સાર્વજનિક સ્વાસ્થય માટે ભારી ચેતવણી છે. કારણ કે, આગામી મહામારી બેકટેરિયા સંબંધિત હોય શકે છે. આ એક એવા બેકટેરિયા હશે. જેના પર એન્ટિબાયોટિકનો પણ કોઈ અસર થશે નહીં. કેટલીક ખાનગી કંપનીઓ પોતાની રીતે નવી એન્ટિબાયોટીક દવા બનાવી રહી છે. પરંતુ જયારે દેશના મોટા હિસ્સામાં આ બીમારી ફેલાશે તો તેને રોકવા માટે દવાનો મોટો જથ્થાની જરૂર પડશે.

સૂત્રો જણાવે છે કે એન્ટીબાયોટિક દવા બનાવતી કંપનીઓએ પોતાની દવાને રિવ્યુ કરી તેની તાકાત વધારવી પડશે કે પછી દવામાં એવું તત્વ નાખવું પડશે જેનાથી એન્ટીબાયોટિકને બેકટેરિયા સમજી ન શકે અને તે સમાપ્ત થઇ જવા વિશ્વભરના ધનાઢયોએ પોતાના પૈસા રિસર્ચમાં લગાવવા જોઇએ. જરૂર છે કે એન્ટીબાયોટિક વિરોધી બેકટેરિયાને દુર કરવા માટે રિસર્ચ થાય.

(10:19 am IST)