મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

કોંગ્રેસ વિના ભાજપ વિરોધી મોરચાની શક્યતા નથી: કોંગ્રેસના ધુરંધર નેતાની સ્પષ્ટ વાત : શરદ પવારના નિવાસે કોંગ્રેસ સિવાયના વિરોધ પક્ષોની બેઠક સંદર્ભે સાફ વાત

મુંબઈ : મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના મોટા ગજાના નેતા નાના પટોલેએ કહ્યું છે કે કોંગ્રેસ વિના કોઈ પણ ભાજપ વિરોધી મોરચો  રચવો સંભવિત નથી. તેમણે આ સાથે જ ૨૦૨૪ની ચૂંટણી માટે સંભવિત શિવસેના અને કોંગ્રેસના ગઠબંધનને શુભકામના પાઠવી હતી, તેમણે કહ્યું કે જો ૨૦૨૪ માટે શિવસેના અને કોંગ્રેસ પક્ષ વચ્ચે જોડાણ થશે તો અમે તેમને શુભકામના આપીએ છીએ.પરંતુ ભાજપ વિરોધી મોરચો કોંગ્રેસ વિના સાકાર બની શકે નહીં તેવી સ્પષ્ટ વાત નાના પટોલેએ કરી હતી.

(10:27 am IST)