મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

શરદ પવારની કોંગ્રેસ સિવાયના વિપક્ષો સાથે બેઠક

મોદી સરકાર વિરૂદ્ઘ મોર્ચાબંધી : પરંતુ કોંગ્રેસ વગર કઈ રીતે એકજુથ થશે ?

નવી દિલ્હી તા. ૨૨ : આ કોઈ પહેલો મોકો નથી કે જયારેવિપક્ષી દળો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિરૂદ્ઘ મોરચો માંડવાની તૈયારી થઇ રહી છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી હજુ દૂર છે. પરંતુ તે પહેલા એક વાર ફરી વિપક્ષી દળોનેએક જુથકરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વિપક્ષી દળોનેએક જુટકરવાના પ્રયત્નોમાં લાગ્યા છે. અને તેના સૂત્રધાર બન્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી હાલમાં જ ટીએમસીમાં સામેલ થયા યશવંતસિંહા. આ પ્રયત્નો હેઠળ આજે શરદ પવારના આવાસ પર ત્રીજા મોર્ચાના નેતા એકઠા થશે પરંતુ મોટો સવાલ એ છે કે કોંગ્રેસ વગર વિપક્ષ કેવી રીતે મજબૂત થાય.

બંગાળ ચૂંટણીમાં બીજેપીની હાર બાદ વિપક્ષી દળોના નેતાઓવહચેહલચલ તેજ થઇ છે. મમતા બેનર્જી બાદ વિપક્ષી દળોનાનેતાઓને એક સાથે આવાની વાત કહી છે. શરદ પવારના આવાસ પર યોજાનાર બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાનારાષ્ટ્ર મંચ હેઠળ બોલવામાં આવેલી છે. હાલમાં ટીએમસીમાં સામેલ થયા યશવંત સિંહાએ મોદી સરકારની નીતિઓ વિરુદ્ઘ રાષ્ટ્ર મંચનુંગઠન કર્યો હતો. પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ વગર રાષ્ટ્ર મંચની તાકાત વધી જશે.

અગાઉ રાષ્ટ્ર મંચની બેઠકમાં કેટલાક કોંગ્રેસીનેતા સામેલ થઇ ચુકયા છે. પરંતુ આજે થનારી બેઠકમાં ફરી ત્રીજો મોરચો ઉભા થવાના પ્રયત્નો કરી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક અંગે ખોલીનેકઈ પણ કહેવામાં આવ્યું નથી. કોંગ્રેસના કોઈ દિગ્ગજ આજે પણ બેઠકમાં સામેલ પણ થશે નહીં. એટલે કે આજની બેઠક ભલે રાષ્ટ્ર મંચની છે. પરંતુ તેમાં ફકત અને ફકરત્રીજો મોર્ચાના જ નેતા સામેલ થશે.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વિપક્ષી દળોનાનેતાઓને એકજુટ કરવામાં તો લાગ્યા છે. પરંતુ અનેક એવા પ્રશ્નો છે કે જેના જવાબ હાલમાં નથી. હાલમાં તેની શરૂઆત થઇ છે અને આગળ જતા કોઈ વાત બની જાય. યશવંત સિન્હા જેવા જુના નેતા ને પણ એ વાત સારી રીતે માલુમ પડશે કે મોદી વિરોધી નીતિઓ માટે ગઠિત રાષ્ટ્ર મંચની સામે અનેક પ્રશ્નો ઉભા છે. ત્રીજો મોરચો એક વાર ફરી ઉભો થશે તો તેની સામે એક વાર ફરી એ જ સવાલ ઉભા થશે.

આજે યોજાનાર બેઠકમાં યશવંત સિંહા, પવન વર્મા, સંજય સિંહ, ડી રાજા, ફારૂક અબ્દુલ્લા, કેટીએસ તુલસી માજિદ મેમન, વંદના ચૌહાણ, ઘનશ્યામ તિવારી, કરણ થાપર, જાવેદ અખ્તર, આશુતોષ, એસવાઈ કુરેશી, અરુણ કુમાર, કેસી સિંહ, સંજય ઝા, સુધીન્દ્ર કુલકર્ણી, પ્રિતિશ નંદી સામેલ થઇ શકે છે.

(11:49 am IST)