મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

સ્માર્ટ ફોન સ્લો થઇ ગયો છે? કલીયર કરો ઇન્સ્ટોલ એપની કેંચ

નવી દિલ્હી તા. રરઃ ફોન હેંગ થવાના મામલે ફોનમાં રહેલ એપ મુખ્ય કારણ છે તે ફોનનું સ્ટોરેજ વધારે છે. સામાન્ય રીતે કોઇ એપને ડાઉનલોડ કરતી વખતે તેની સાઇઝ ૪૦ થી પ૦ એમબી આસપાસ હોય છે, પણ સતત તેના ઉપયોગ કરવાથી તેની સ્ટોરેજ કેપેસીટીમાં વધારો થાય છે અને તે ૪૦૦ થી પ૦૦ જીબી સુધી પહોંચી જાય છે.

જે માટે ફોનના સેટીંગમાં જઇને સ્ટોરેજ/મેમરીના વિકલ્પ ઉપર કલીક કરતા સ્ટોરેજ લીસ્ટ ઓપન થશે જેમાં જોઇ શકાશે કે કઇ એપ ફોનમાં વધુ સ્પેસ કવર કરે છે. જયાં મેમરી યુઝડ બાય એપમાં જઇને લીસ્ટમાં રેમની ૪ ઇંટરવલ્સમાં એપ દેખાશે. જેનાથી ખબર પડશે કે કંઇ એપના લીધે ફોન સ્લો ચાલે છે. તેની કેચ કલીયર કરવાથી મેમરી પણ કલીયર થશે.ફકત જુના ફોન જ નહીં પણ યુઝરને નવા ફોનમાં પણ સ્લો થવાની ફરિયાદ હોય છે. આમ તો સ્માર્ટ ફોનના સ્લો કામ કરવા અંગે ઘણા કારણો હોય શકે પણ મુખ્ય કારણમાં ફોનમાં ઇન્સ્ટોલ એપ અને તેનું પરફોમન્સ મુખ્ય કારણ છે.

(11:50 am IST)