મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

કોરોના વાયરસના જન્મને લઇ ઘેરાયેલી વુહાન લેબને હવે ચીન આપશે શીર્ષ વૈજ્ઞાનિક પુરસ્કાર

શી ઝેંગલી વુહાન લેબમાં પશુઓ પર શોધનું નેતૃત્વ કરનાર શી ઝેંગલીની ખાસ પ્રસંશા

નવી દિલ્હી : કોરોના વાયરસના જન્મને લઇ ઘેરાયેલી વુહાન લેબને ચીન મહામારીના દિવસોમાં સારું પ્રદર્શન કરવા માટે ટોચનો વૈજ્ઞાનિક પુરસ્કાર આપવા જઇ રહ્યું છે. ચીન કોરોના વાયરસના લીક થવાના આરોપોનો સામનો કરી રહેલી વુહાન લેબને ચાઇના એકેડમી ઓફ સાયન્સ દ્વારા વિજ્ઞાન અને ટેક્નિકલ ઉપલબ્ધિઓ માટે પુરસ્કાર આપવામાં આવશે. એટલું જ નહીં ચીનમાં બેટ વૂમેનના નામે જાણીતી વૈજ્ઞાનિક જ્ઞેંગલીના કામની પણ ખાસ પ્રશંસા કરવામાં આવી છે.

શી ઝેંગલી વુહાન લેબમાં પશુઓ પર શોધનું નેતૃત્વ કરે છે. ચાઇના એકડમી ઓફ સાયન્સે કહ્યું કે વુહાન લેબના શોધકર્તાઓની ટીમે કોરોના વાયરસ મહામારીના કારણે વ્યાપક અને વ્યવસ્થિત રીતે તપાસ કરી. જેના પરિણામના ફળ સ્વરૂપે કોરોના વાયરસ સામે દવાઓ અને વેક્સીન બનાવવાનો રસ્તો ક્લિઅર થઇ જશે. સાથે જ વુહાન લેબમાં મહામારીના પ્રસારને રોકવા અને બચાવ માટે અગત્યની વૈજ્ઞાનિક અને ટેક્નિકલ સમર્થન પૂરુ પાડ્યું.હતું

 

વુહાન લેબને એવા સમયે ટોચનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે તે કોરોનાના લીક થવાને લઇ ઘેરાયેલી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વાયરસ વુહાન લેબથી લીક થઇને ત્યાંથી થોડા અંતરે આવેલા વુહાન સીફુડ માર્કેટમાં પહોંચી ગયો. અહીં જ કોરોના વાયરસની સૌથી પહેલી ઓળખ થઇ હતી. એટલું જ નહીં ચીનની વુહાન લેબમાં પિંજરાની અંદર ચામાચીડિયાને રાખવામાં આવતા હતા. વુહાન લેબમાંથી પહેલીવાર સામે આવેલી તસવીરોમાંથી આ ખુલાસો થયો હતો.

વુહાન લેબની આ તસવીરોને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એ દાવાઓને ફગાવી દીધા છે જેમાં તેણે કોરોનાના વુહાન લેબથી નિકળવાની શંકાને ષડયંત્ર જાહેર કર્યું હતું. ચાઇના એકેડમી ઓફ સાયન્સના મે 2017ના એક વીડિયોમાં ચામાચીડિયાને પિંજરામાં કેદ કરીને રાખવામાં આવેલા દેખાડવામાં આવ્યા હતા. આ વીડિયોને વુહાન લેબમાં નવા બાયોસેફ્ટી લેવલ 4ના હિસાબે સુરક્ષા શરૂ થયા પછી બહાર પાડવામાં આવ્યો હતો. આ લેબના નિર્માણને લઇ ફ્રાંસની સરકારની સાથેના વિવાદ વિશે પણ જણાવવામાં આવ્યું હતું.

(12:44 pm IST)