મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

નુસરત જહાંના લગ્નનો વિવાદ સંસદ પહોંચ્યો :લોકસભાની સદસ્યતા રદ્દ કરવાની માગ ઉઠી

લગ્નને લઇને તેમણે પોતાના મતદારોને અંધારામાં રાખ્યાં સાથે જ સંસદની ગરિમાને પણ ઠેસ પહોંચાડી: ભાજપના સાંસદે લોકસભાના અધ્યક્ષને લખ્યો પત્ર

પશ્ચિમ બંગાળના સાંસદ અને અને તૃણમૂલ કોંગ્રેસની નેતા નુસરત જહાંના લગ્નનો કેસ હવે લોકસભા સુધી પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મોર્યાએ લોકસભા સ્પીકર ઓમ બિડલાને પત્ર લખી નુસરત જહાંની લોકસભા સભ્યપદ  રદ્દ કરવાની માગ કરી છે.

સંઘમિત્રા મોર્યનું કહેવું છે કે નુસરત જહાંનું આચરણ અવિવેકી છે, લગ્નને લઇને તેમણે પોતાના મતદારોને અંધારામાં રાખ્યાં સાથે જ સંસદની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. આ મામલો સંસદની એથિક્સ સમિતિને મોકલવી જોઇ સાથે તપાસ કરી નુસરત જહાં પર કાર્યવાહી થવી જોઇએ.

બીજેપી સાંસદે પોતાના પત્રમાં લખ્યું કે નુસરત જહાંનું સંદદમાં દુલ્હનની જેમ તૈયાર થઇને આવું, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રિસેપ્શનમાં હાજર રહેવાનો ઉલ્લેખ કર્યો છે.

 અત્રે ઉલ્લેખનયી છે કે નુસરત જહાંના લગ્ન શરૂઆતથી જ વિવાદોમાં રહ્યાં છે. નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં ત્યાર બંગાળના મૌલાનાઓએ તેમની સામે ફતવો બહાર પાડ્યો હતો, સાથે જ સંસદમાં સિંદૂર લગાવી પહોંચી હતી ત્યારે પણ વિવાદમાં થયો હતો. તાજેતરમાં બને વચ્ચે મનમેળ ન હોવાની વાત ચાલી રહીં છે.

નુસરત જહાંના લગ્ન વિદેશમાં થયા હોવાના કારણે આ લગ્નનું કોઇ મહત્વ નથી, એવામાં તલાકની પણ કોઇ જરૂર નથી. વિવાદની વચ્ચે હાલ નુસરત જહાં પ્રેગનેન્ટ છે

(1:09 pm IST)