મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

અડધો ડઝન રાજ્યોમાં પોતાના જ બન્યા કોંગ્રેસ માટે માથાનો દુખાવો

રાહુલ-સોનિયા આપી શકશે કોઇ દવા ???

નવી દિલ્હી,તા. ૨૨ : પંજાબમાં ચાલી રહેલ કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિધ્ધુનો ઝઘડો હવે કોંગ્રેસ હાઇકમાંડ સુધી પહોંચી ગયો છે. કેપ્ટન ખુદ દિલ્હીમાં છે અને આજે કમિટી સમક્ષ ઉપસ્થિત થશે. જો કે પંજાબ એક એવું રાજ્ય નથી જ્યાં કોંગ્રેસમાં માથાકૂટ છે. આવા લગભગ અડધો ડઝન રાજ્યો થઇ ગયા છે. જ્યાં કોંગ્રેસ પોતાના આંતરિક ઝઘડામાં ગુંચવાયેલ છે.

ગત દિવસોમાં રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ પણ દિલ્હી આવ્યા હતા અને કર્ણાટકના ચીફ ડી.કે.શિવકુમાર પણ પાયલોટ અશોક ગેહલોત સાથે કામ કરવા રાજી નથી તો શિવકુમાર પણ પોતાના સહયોગી સિધ્ધારમૈયાથી નારાજ છે. તો બીજી તરફ પક્ષના રાજ્ય એકમમાં સાઇડલાઇન થવાની નારાજ કેરળના ભૂતપૂર્વ વિપક્ષના નેતા રમેશ ચેનીતાલા પણ ગયા અઠવાડીયે રાહુલ ગાંધીને મળીને ગયા છે. ઝારખંડમાં કોંગ્રેસના મહત્વપૂર્વ સહયોગી જે એમએમના નેતા અને મુખ્યપ્રધાન હેમંત સોરેન પણ ગાંધી પરિવારને ના મળી શકાય પછી રાંચી પાછા ફર્યા છે. આસામમાં પણ કોંગ્રેસના નવા ચૂંટાયેલ ધારાસભ્યએ ભાજપાનો પાલવ પકડી લીધો છે. એવુ પણ અનુમાન થઇ રહ્યુ છે કે હજુ પણ ઘણા ધારાસભ્યો કોંગ્રેસની છાવણીમાંથી ભાજપમાં જઇ શકે છે.

(3:22 pm IST)