મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

રીઝર્વ બેન્કે ૩ સહકારી બેંકોને કુલ ર૩ લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી તા. રર : મોગાવીરા કો.ઓ.બેંકને ૩૧ માર્ચ ર૦૧૯ ને બેંકની નાણાકીય સ્થિતિના આધાર ઉપર દાવા વગરના પૈસા જમાકર્તા શિક્ષા અને જાગરૂકતા કોષમાં પુરી રીતે ટ્રાન્સફર ન કરેલ અને સાથેજ નિષ્ક્રીય ખાતાઓની વાર્ષિક સમીક્ષા ન કરતા રીઝર્વ બેન્કે મોગાવીરા સહીતની ૩ સહકારી બેંકો ઉપર ર૩ લાખનો દંડ ફટકાર્યો છે જેમાં મોગાવીરાને ૧ર લાખ, ઇંદાપુર અર્બન બેંકને ૧૦ લાખ અને ધ બારામતી બેંકને ૧ લાખનો દંડ ફટકાર્યો છે.

ઇંદાપુર બેંકના ર૦૧૯, ૩૧ માર્ચના સુધીના નાણાકીય વર્ષમાં એકીકૃત સીમાનું પાલન ન કરેલ અને તેની પાસે બેંકમાં ખાતાઓના જોખમ સંબંધી વર્ગીકરણની સમીક્ષાની કોઇ વ્યવસ્થા નોતી.

(3:23 pm IST)