મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

યુપીના એક ચોંકાવનારા સમાચાર

હાઈ લા...લગ્ન બાદ જેવી દુલ્હન સાસરે પહોંચી કે દુલ્હેરાજાને જાહેરમાં સટાસટ લાફા માર્યા અને પિયર ભેગી થઈ ગઈ

લખનૌ, તા.૨૨: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જયાં એક નવી નવેલી દુલ્હને સાસરે પહોંચ્યા બાદ ગાડીમાંથી ઉતરતા જ દુલ્હેરાજાના મોઢા પર સટાસટ લાફા મારી દીધા. એટલું જ નહીં આમ કર્યા બાદ તેણે દુલ્હનના કપડાં બદલી સાદા કપડાંમાં જ પોતાના પિયર ભેગી થઈ ગઈ. વિવાદ એટલો વધ્યો કે પોલીસ સુધી પહોંચી ગયો. કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં માથાકૂટ ચાલી અને ખુબ સમજાવટ છતાં પરિણામ આવ્યું નહીં.

પોલીસના જણાવ્યાં મુજબ જિલ્લાના ખુટહન પોલીસ હદ વિસ્તારના લવાયન ગામમાં ગત રવિવારે આ ઘટના ઘટી. જયાં દુલ્હને પોતાના સ્વાગતની તૈયારીઓ અને મંગલગીતો વચ્ચે આ હરકત કરીને આખા ગામમાં સનસની ફેલાવી દીધી. નવી વહુની આ હરકતની જાણ આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ. આખરે નવી પરણેલી વહુએ આવું કર્યું કેમ? ભાત ભાતની અટકળો વચ્ચે એવું કહેવાય છે કે આ મામલો પ્રેમ પ્રસંગનો હોઈ શકે છે.

એક અહેવાલ મુજબ લવાયન ગામના રહીશ વરરાજાની જાન જયારે દુલ્હનના ઘરે પહોંચી તો ધામધૂમથી લગ્ન પૂરા થયા હતા. યુવતીએ ત્યારે તો ચૂપચાપ શાંતિથી ફેરાની બધી રસ્મો નિભાવી પરંતુ બીજા દિવસે સવારે જયારે વિદાય બાદ સાસરે પહોંચી તો દુલ્હનના થપ્પડકાંડની ગૂંજ આખા ગામમાં સંભળાઈ. પરિવારની મહિલાઓ પડદો આંતરીને દુલ્હનને ઘરની અંદર લઈ જ જવાની હતી ત્યાં તો આવું થયું. બધા સ્તબ્ધ થઈ ગયા.

જૌનપુરમાં લગ્ન સમારોહ દરમિયાન ખુબ બબાલ થવાના મામલા સામે આવી રહ્યા હતા. લગભગ ૧૦ દિવસ પહેલા જયમાલા દરમિયાન વર પક્ષનો એક યુવક સ્ટેજ પર ચડ્યો તો વધુ પક્ષના લોકોએ ના પાડી દીધી. આ વાતને લઈને જાનૈયાઓ અને છોકરીવાળાઓ વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ. ગુસ્સે ભરાયેલા દુલ્હેરાજાએ દુલ્હનને થપ્પડ મારી દીધી હતી. મામલો એટલો વધી ગયો કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

(4:21 pm IST)