મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

અમેરિકાએ 18,000 કિલોના બોંબથી દરિયામાં કરાવ્યો મહાવિસ્ફોટ દરિયામાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપ :ધરતી પણ ધ્રુજી :જુઓ વિડિઓ

ચીની નેવીની વધી રહેલી દરિયાઈ તાકાતને પહોચી વળવા અમેરિકાએ મહાવિસ્ફોટ કરાવતા દુનિયાભરમાં પડઘા

નવી દિલ્હી : ચીનની લશ્કરી તાકાતને તોડવા અમેરિકાએ 18,000 કિલોનો બોંબનો દરિયામાં મહા વિસ્ફોટ કરીને પોતાની તાકાત દેખાડી છે.ચીની નેવીની વધી રહેલી દરિયાઈ તાકાતને પહોચી વળવા અમેરિકાએ એવો વિસ્ફોટ કર્યો છે કે તેનો પડઘો દુનિયાભરમાં પડ્યો છે.

અમેરિકી સેનાએ તેના સૌથી નવા એરક્રાફ્ટ કેરિયર પર ભીષણ બોંબ હુમલાની અસરનો ટેસ્ટ કરવા દરિયાની અંદર ભીષણ બોંબ બ્લાસ્ટ કર્યો છે.

અમેરિકા નેવીએ 18 હજાર કિલોનો મહાબોંબ એરક્રાફ્ટ કેરિયર ગેરાલ્ડ ફોર્ડ દ્વારા દરિયામાં ફેંક્યો હતો. બોંબ ફેકાતા દરિયામાં મોટા મોટા મોજા ઉઠ્યાં હતા તથા ધરતી ધણધણી ઉઠી હતી. 

 

અમેરિકી નેવીએ આ ઘટનાનો એક વીડિયો પણ બનાવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર ગેરાલ્ડ ફોર્ડે  સપાટી ઉપર રહીને મહાબોંબ દરિયામાં ફેંક્યો હતો. આ મહાવિસ્ફોટનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. 

અમેરિકાએ નેવીએ આ મહાવિસ્ફોટને ફુલ શિપ શોક ટ્રાયલ ગણાવી છે. આ બ્લાસ્ટને કારણે દરિયામાં 3.9 ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. અમેરિકી નેવીએ એક નિવેદન જારી કરતા જણાવ્યું કે ફ્લોરિડાના ડયટોના બીચથી 100 માઈલ દૂર આ વિસ્ફોટ કરાયો હતો. 

(6:34 pm IST)