મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

ફુલબ્રાઇટ સ્કોલર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી તારા શ્રીનિવાસની પસંદગી : 27 સ્કોલર્સમાં સ્થાન મેળવ્યું

વોશિંગટન :  ઇન્ડિયન અમેરિકન સુશ્રી તારા શ્રીનિવાસની ફુલબ્રાઇટ સ્કોલર તરીકે પસંદગી થઇ છે. તેમણે  27 સ્કોલર્સમાં સ્થાન મેળવ્યું છે.તેવું બ્રાઉન યુનિવર્સીટીએ 7 જૂનના રોજ જણાવ્યું છે.

આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે 1946 ની સાલમાં ફુલબ્રાઇટ સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરાયો છે.જે અંતર્ગત શૈક્ષિણક તથા વ્યવસાયિક ક્ષેત્રે વ્યક્તિની ગુણવત્તા તથા સિદ્ધિઓને ધ્યાને લઇ પસંદગી કરવામાં આવે છે. જે માટે યુ.એસ.ની 2 હજાર જેટલી કોલેજોના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સમાંથી પસંદગી કરવામાં આવે છે.અને તેઓને શૈક્ષણિક વર્ષ દરમિયાન 140 દેશોમાં સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે મોકલવામાં આવે છે.

આ વર્ષે પસંદ કરાયેલા સ્ટુડન્ટ્સને એશિયા ,લેટિન અમેરિકા ,યુરોપ તથા આફ્રિકા મળી 17 દેશોમાં મોકલવામાં આવશે.

આ સ્કોલર તરીકે પસંદ કરાયેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી તારા શ્રીનિવાસ આગામી કેરીઅર માટે મેડિકલ સ્ટુડન્ટ તરીકે આગળ વધવા માંગે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:37 pm IST)