મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

27 વર્ષમાં 21 વખત બદલી થતા આઇપીએસ અધિકારી ખેમકાએ છલકતી આંખે કહ્યું- મારો કોઈ ગોડફાધર નથી

ખેમકાએ કહ્યું-ટ્રાન્સફર તો નોકરીનો ભાગ છે પણ કામ કરવાનો મોકો મળવો જરૂરી

નવી દિલ્હી : હરિયાણાના 1991ની બેચના આઈએએસ અધિકારી ખેમકા વારંવાર થતી તેમની બદલીઓના કારણે લાઈમ લાઈટમાં આવ્યા હતા.ખેમકાની અત્યાર સુધીમાં 52 વખત બદલી થઈ ચુકી છે અને તેના પર તેમણે પોતાનુ દુ:ખ પણ શેર કર્યુ હતુ. આવુ જ કંઈક બિહારના એક આઈપીએસ ઓફિસર સાથે થઈ રહ્યુ છે. મુંગેર રેન્જના ડીઆઈજી રહી ચુકેલા મોહમ્મદ શફીઉલ હક્કે પોતાના વિદાય સમારંભમાં ભીની આંખે કહ્યું હતુ કે, 27 વર્ષમાં મારી 21 વખત બદલીઓ થઈ છે, કારણ કે મારો કોઈ ગોડફાધર નથી.

બદલી થયા બાદ વિદાય સમારંભમાં તેમણે કહ્યુ હતુ કે, હું અહીંથી સારા મૂડમાં જઈ રહ્યો નથી. વારંવાર ટ્રાન્સફર યોગ્ય નથી. 27 વર્ષમાં 21 વખત મારી બદલી થઈ છે. જોકે હું જનતાનો નોકર છું અને જ્યાં જઉં છુ ત્યાં કામ કરવા માટે જઉં છું. ટ્રાન્સફર તો નોકરીનો ભાગ છે પણ કામ કરવાનો મોકો મળવો જરૂરી છે. બહુ ઓછા સમયમાં મેં અહીંયા લોકોને ન્યાય અપાવવાનુ કામ કર્યુ છે. પોલીસ જનતાની નોકરી માટે છે તે દરેકે યાદ રાખવુ જોઈએ.

મુંગેરમાં થયેલા ટ્રિપલ મર્ડર અંગે તેમણે કહ્યુ હતુ કે, આ શરમજનક ઘટના હતી અને પોલીસની નજર સામે લોકોના ટોળાએ પિતા પુત્રની હત્યા કરી દીધી હતી. પોલીસે તેમને બચાવવા જીવની બાજી લગાવવાની જરૂરત હતી.

(7:25 pm IST)