મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

થેન્ક યુ પીએમ મોદી...ના બેનર્સ યુનિ.-કોલેજોને લગાવવા આદેશ

દેશમાં મફત વેક્સિનેશન પર યશ ખાંટવાનો પ્રયાસ : યુજીસી દ્વારા યુનિવર્સિટી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં હોર્ડિંગ તેમજ બેનરની ડિઝાઈન પણ શેર કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૨ : દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેક્નયુ પીએમ મોદી.. લખેલા બેનર લગાવવાનો આદેશ આપ્યો છે.

માટે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં હોર્ડિંગ તેમજ બેનરની ડિઝાઈન પણ શેર કરવામાં આવી છે. ડિઝાઈન સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. આવી એક ડિઝાઈનમાં દેશમાં મફત રસી માટે પીએમ મોદીનો આભાર માનવામાં આવ્યો છે.

આવુ એક બેનર યુજીસીએ પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરી દીધુ છે. જેમાં પીએમ મોદીની તસવીર સાથે લખાયુ છે કે, તમામ માટે રસીના ડોઝ અને તે પણ મફત....

ભારતમાં ૨૧ જૂનથી રસીકરણ અભિયાન એક મહત્વના તબક્કામાં પ્રવેશી ચુક્યુ છે. જેમાં ૧૮ વર્ષથી વધારે વયના તમામ લોકને વિના મુલ્યે રસી મુકવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે યુજીસીના સચિવ રજનીશ જૈને તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને મોકલવામાં આવેલા સંદેશમાં કહેવાયુ છે કે, સરકાર ફ્રી વેક્સિનેશન શરુ કરી રહી છે ત્યારે યુનિવર્સિટીઓ અંગેના બેનર અને હોર્ડિંગ કેમ્પસમાં લગાવે અને સોશિયલ મીડિયા પેજ પર પ્રકારનુ બેનર પોસ્ટ કરે. બેનરની ડિઝાઈન પણ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઉપલબ્ધ કરાવી છે. તે પણ તમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ભારતની કેટલીક યુનિવર્સિટીઓએ પ્રકારના બેનર પોતાના સોશિયલ મીડિયા પેજ પર મુકવા પણ માંડ્યા છે.

(7:54 pm IST)