મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

ટોક્યો ઓલિમ્પિક માટે ચાર રેસલરની પસંદગી કરાઈ

ઓલિમ્પિક માટે છ ભારતીય રેસલર ક્વોલિફાય : ભારતીય પહેલાવાનો વિનેશ ફોગાટ, બજરંગ-દીપક પૂનિયા, રવિ કુમાર જુલાઈ-ઓગસ્ટની સ્પર્ધામાં ભાગ લેશે

નવી દિલ્હી, તા. ૨૨ : ભારત માટે અત્યાર સુધી રેસલર ઓલિમ્પિક માટે ક્વોલીફાય થઈ ગયા છે. રેસલરમાંથી ૪ને રેસલરની વર્લ્ડ ફેડરેશન યુડબલ્યુડબલ્યુએ ઓલિમ્પિકમાં પસંદગી કરી છે. ભારતીય પહેલાવાનો વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, દીપક પૂનિયા અને રવિ કુમારને જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે પોત પોતાના વર્ગમાં પસંદગી કરવામાં આવી છે.

વિનેશને ૫૩ કિલોગ્રામમાં શીર્ષ ક્રમાંકે પસંદગી થઈ છે. વિનેશે વર્ષ ૨૦૧૯માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીતીને ઓલિમ્પિક કોટા મેળવ્યો હતો. જ્યારે બજરંગને પુરૂષોના ૬૫ કિલોગ્રામ વર્ગમાં બીજા ક્રમાંકે પસંદગી થઈ છે. બજરંગ પૂનિયા દેશ માટે મેડલ લાવવા માટેના પ્રબલ દાવેદાર છે. બંને સ્ટાર ખેલાડી હાલ વિદેશમાં ટ્રેનિંગ લઈ રહ્યાં છે. દીપકને ૮૬ કિલોગ્રામ અને પોલેન્ડ વર્લ્ડ રૈંકિંગ સિરિઝમાં સિલ્વર જીતનાર રવિ દહિયાને ૫૭ કિલોગ્રામમાં ચોથા ક્રમાંકે પસંદગી થઈ છે. રશિયાના રાશિદોવ ગદ્જિમુરાદ પુરૂષોના ૬૫ કિલોગ્રામમાં પ્રથમ હશે જ્યારે ૫૭ કિલોગ્રામ વર્ગમાં સર્બિયાના સ્ટિવન મિસિચ અને ૮૬ કિલોગ્રામમાં ઈરાનના હસન યાજજાનિચારાટીની પ્રથમ ક્રમાંકે પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક કોટા મેળવનારા સુમિત મલિક (૧૨૫ કિલોગ્રામ) ડોપ ટેસ્ટ અસફળ થયા પછી અસ્થાયીરૂપથી નિલંબિત થયા. તેવામાં તેઓને ઓલિમ્પિક કોટા નથી આપવામાં આવ્યો. જોકે સુમિતનું કહેવું છે કે તેઓએ ડ્રગ્સ નથી લીધા, પેનકીલર લીધી છે.

(8:01 pm IST)