મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

પંજાબનું રાજકારણ શાબ્‍દિક આક્ષેપોથી સતત ચર્ચામાં જ રહે છે

મુખ્‍યમંત્રી અમરિંદર પર સિધ્‍ધુના શાબ્‍દિક બાણથી ભારે ચકચાર : સિંધુ કહે છે ૭૮ MLA મારા ગ્રુપમાં છે રાહુલ-પ્રિયંકા તેમજ બોસ સોનિયા ગાંધીને ગણે છે

નવી દિલ્‍હી : પંજાબ કોંગ્રેસમાં હાલ રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ સતત એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા છે, અહીં તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડે બનાવેલી કમિટી સમક્ષ હાજર થશે. અમરિંદરના દિલ્હી પહોંચતા જ સિદ્ધુએ તેમની વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા. સિદ્ધુએ કહ્યું કે,'પંજાબ કોંગ્રેસમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. અહીં લડાઈ કોઈ પદ માટે નથી.

સિદ્ધુએ જણાવ્યું કે આ બે વ્યક્તિઓ વચ્ચે નહીં પણ બે વિચારધારા વચ્ચેની મહત્વની લડાઈ છે. મે મારી વાત માત્ર પક્ષ સમક્ષ જ રાખી છે અને તેથી શિસ્તનો ભંગ કર્યો નથી. પંજાબમાં માત્ર 2 પરિવાર જ સરકાર ચલાવે છે. હાલ મારો વારો અને પછી મારો વારો કરીને આ પરિવાર સરકાર રચે છે. જેની પાસે પબ છે. જમીન છે..તેમને સરકારી નોકરી મળી રહી છે.

મારી લડાઈ આ વિચારધારા વિરુદ્ધ જ છે. 78 ધારાસભ્યો મારી સાથે છેરાહુલ-પ્રિયંકા પક્ષન સુપ્રીમસોનિયા બોસ છે. પંજાબની સિસ્ટમ બદલાય અને લોકોની તાકત લોકોને મળે તે જ મારે લક્ષ્‍યાંક છે.'

(9:10 pm IST)