મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

વડાપ્રધાન મોદીની બેઠક પહેલા શ્રીનગરમાં મોટો આતંકી હુમલો : અંધાધૂંધ ગોળીબારમાં CID ઈન્સપેક્ટર પરવેઝ અહમદ ડાર શહીદ

કાયર આતંકીઓએ ઈન્સપેક્ટર ડાર પર ગોળીબાર કર્યા બાદ ભાગી છૂટ્યા: સુરક્ષા દળોએ વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીની બેઠક પહેલા જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો થયો છે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને CID ઈન્સપેક્ટર પરવેઝ અહમદ ડારની હત્યા કરી છે 

  શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકીઓએ CID ઈન્સપેક્ટર પરવેઝ અહમદ ડાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમાં તેઓ શહીદ થયા હતા. ઈન્સપેક્ટર પરવેઝ અહમદ ડાર જમ્મુ કાશ્મીર પોલીસના ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટમાં તહેનાત હતા. 

કાયર આતંકીઓએ ઈન્સપેક્ટર ડાર પર ગોળીબાર કર્યા બાદ ભાગી છૂટ્યા હતા. સુરક્ષા દળોએ વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. આ પહેલા રવિવારે જમ્મુના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષઆ દળોની અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા હાત. આ ત્રણ ખૂંખાર આતંકીઓમાંથી એક મુદસ્સિર પંડિત હતો જે મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ હતો. માર્યો ગયેલો બીજો એક આતંકી પાકિસ્તાની નિવાસી હતો. ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે ત્રણ આતંકીઓ લશ્કરના  કમાન્ડર હતા

  આ હુમલામાં એક વિદેશી આતંકવાદી પણ સંડોવાયેલો હતો. તેની ઓળખ અસરાર અબ્દુલા તરીકે થઈ છે. તે પાકિસ્તાનનો રહેવાશી હતો અને ઉત્તર કાશ્મીરમાં 2018 થી સક્રિય હતો. દિલબાગ સિંહે જણાવ્યું કે આ આતંકવાદી બે મોટા હુમલામાં સામેલ હતો જેમાંથી એક 29 માર્ચે થયો હતો.   

  વડાપ્રધાન  મોદી આવતીકાલે 14 કાશ્મીરી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે તેના એક દિવસ પહેલા કાયર આતંકીઓએ આ નાપાક હરકત કરી છે. ભારત-પાક શાંતિ મંત્રણામાં આતંકવાદીઓ સૌથી મોટી અડચણ છે. 

(10:24 pm IST)