મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

દુશ્મનોની હવે ખેર નથી : ભારતીય સેનામાં સામેલ થશે મલ્ટી રોલ હેલિકોપ્ટર 'રોમિયો '

ભારતે 24 રોમિયો હેલિકોપ્ટરનો 16000 કરોડમાં કર્યો સોદો : નૌસેનાની એક ટીમ અમેરિકામાં લઇ રહી છે ટ્રેનિંગ

નવી દિલ્હી : દુશ્મનોની હવે ખેર નથી ભારતીય નૌસેનાને એમના સૌથી વધુ ઉપયોગી હથિયાર આ વર્ષે મળી જશે. ત્રણ MH-60 ROMEO હેલિકોપ્ટર જુલાઇમાં અમેરિકામાં ભારતીય નૌસેનાને મળી જશે. નૌસેનાની એક ટીમ અમેરિકામાં છે અને રોમિયો હેલિકોપ્ટરની શરૂઆતની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ત્રણ હેલિકોપ્ટરોને ઉપયોગ ટ્રેનિંગ માટે જ કરવામાં આવશે. 

   રોમિયો હેલિકોપ્ટરની બીજી બેચ નવેમ્બરમાં ભારતીય નૌસેનાને સોંપવામાં આવશે. આ પણ અમેરિકામાં જ આપવામાં આવશે અને તેનો ઉપયોગ પણ ટ્રેનિંગ માટે જ કરવામાં આવશે. જ્યારે તેની ત્રીજી બેચ આવતા વર્ષે જૂન અને જુલાઇમાં ભારતની નૌસેનાને આપવામાં આવશે. 2023 સુધીમાં ભારતને 24 હેલિકોપ્ટર મળશે.

   ભારતીય નૌસેના માંથી લગભગ 20 ઑફિસરોની ટીમ અને ટેક્નિકલ લોકોની ટીમ હાલ અમેરિકામાં છે જેમને જૂનનીન શરૂઆતથી જ નવા હેલિકોપ્ટર ઉડાવવા, હથિયારો અને સિસ્ટમો પર કામ કારવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 24 રોમિયો હેલિકોપ્ટરનો સોદો ભારતે 2020માં લગભગ 16000 કરોડ રૂપિયામાં કર્યો હતો.

 આ હેલિકોપ્ટરની રાહ ભારતીય નૌસેના ઘણા સમયથી કરી રહી હતી. આ એક મલ્ટી રોલ હેલિકોપ્ટર છે. તેના દ્વારા કોઈ પણ જહાજ પર હુમલો કરી શકાય છે, સબમરીનણી તપાસ કરવા માટે કરી શકાય છે, રાહત અને બચાવ કામગીરી કરી શકાય છે. સાથે જ આની ખાસિયત એ છે કે જો તે  ભારતીય જહાજ દ્વારા ટેક ઓફ કરે તો કોઈ પણ મોટી તપાસ કરવાના હેતુથી અમેરિકાના જહાજણી પણ મદદ લઈ શકે છે અને તપાસ કર્યા બાદ તે ઓસ્ટ્રેલિયન જહાજ પર પણ લેન્ડ કરી શકે છે. કારણકે ઓસ્ટ્રેલીયા, અમેરિકા અને જાપાન પાસે પણ આ હેલિકોપ્ટર છે. 

(10:23 pm IST)