મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

એલન મસ્કના ટ્વીટ અને ચીનના આકરા વલણથી બીટ કોઈનની હાલત બગડી : ભાવ ઘટીને અડધા

બિટકોઈનની કિંમત પાંચ મહિનાની નીચલા સ્તરે પહોંચી ગઈ

નવી દિલ્હી : બિટકોઈન અને એથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીની વેલ્યુ સતત ઘટી રહી છે. પહેલા ટેસ્લના સીઈઓ એલન મસ્કે ટ્વીટ કરીને ક્રિપ્ટોના બજારને હચમચાવી નાખ્યું હતું. અને હવે ચીનના આકરા વલણને કારણે ક્રિપ્ટોકરન્સીને નુકસાન પહોંચી રહ્યું છે.

એક રિપોર્ટ મુજબ ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ પોતાના સૌથી મોટા બેંકના અધિકારીઓને સમન્સ કરવા અને અલી પે જેવી ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રતિબંધ લગાવવા માટે કહેતા ક્રિપ્ટોકરન્સી પર ખુબ જ દબાણ છે. બિટકોઈનની કિંમત મંગળવારની સાંજે ઘટીને પાંચ મહિનાની નીચલા સ્તરે પહોંચી ગઈ છે. તેને ચીનમાં
રિપોર્ટ ફાઈલ કરતાં સમયે સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઘટીને 29,511 ડોલર પર પહોંચી ગઈ હતી.

22 જાન્યુઆરી બાદ તેની કિંમત પહેલી વખત 29,773 ડોલરથી નીચે આવી છે. આ ડેટા CoinMarketCap પાસેથી મળ્યો છે. Unocoinના ફાઉન્ડર અને સીઈઓ સાત્વિક વિશ્વનાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ચીને ક્રિપ્ટો કરન્સીની ટ્રેડિંગ અને માઈનિંગ માટે મોટું માર્કેટ રહ્યું છે. ચીનમાં નવા કડક નિયમોને કારણે આ ઝટકો લાગ્યો છે. અને આ જ કારણે તેની અસર દુનિયાભરના બજાર પર પડી રહી છે. ચીનના નિયમ પહેલા પણ હંમેશાથી અલગ અને ગૂંચવી નાખે તેવા હતા.

બિટકોઇન એ વર્ચુઅલ કરન્સી છે, જેનો ઉપયોગ ઘણા દેશોમાં ડોલર, રૂપિયા અથવા પાઉન્ડની જેમ થઈ શકે છે. ઓનલાઇન પેમેન્ટ ઉપરાંત તેને ડોલર અને અન્ય ચલણમાં પણ એક્સચેન્જ કરી શકાય છે. બિટકોઇન પ્રથમ વખત વર્ષ 2009માં રજૂ કરવામાં આવ્યો હતો. આજે તેનો ઉપયોગ વૈશ્વિક ચુકવણી માટે કરવામાં આવી રહ્યો છે. બિટકોઇન ખરીદવા અને વેચવા માટે પણ એક્સચેન્જ પણ છે. મોટા પાયે વ્યવહારોને કારણે બિટકોઇન વિશ્વની સૌથી મોંઘી કરન્સી બની ગઈ છે. પરંતુ હંમેશાં તેની સ્થિરતા અને સાચા મૂલ્ય વિશે પ્રશ્નો ઉભા થયા છે. ઘણા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે બિટકોઇનનો અધધધ વધેલો ભાવ એક પરપોટો અથવા બલૂન છે, જે કોઈપણ સમયે ફૂટી શકે છે.

બિટકોઇનને કમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનમાં બિટકોઈન વોલેટ તરીકે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેનાથી આમ કરનારનું બિટકોઇન એડ્રેસ બની જાય છે. જો જરૂર હોય તો એક જ વ્યક્તિ એક કરતા વધુ બિટકોઇન એડ્રેસ પણ બનાવી શકે છે. જેની સાથે બિટકોઇન દ્વારા આર્થિક વ્યવહાર કરવો હોય, તેઓને આ એડ્રેસ આપવું પડશે, તે પછી તે વોલેટ દ્વારા પેમેન્ટ લઈ શકાય છે અથવા આપી શકાય છે.

(11:11 pm IST)