મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

અશ્લીલ કન્ટેન્ટ કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી : મુંબઈ પોલીસે કંપનીના ખાતામાંથી 7.5 કરોડોની મતા કરી જપ્ત

દરરોજ 6 થી 8 લાખ રૂપિયાની કમાણી :પૈસાની ટ્રાન્સફરના હજારો ડોક્યુમેન્ટ મળ્યા : તપાસ ચાલુ

મુંબઈ :  અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બદલ ધરપકડ કરાયા બાદ મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની કંપનીના અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે. આ કમાણી અશ્લિલ કન્ટેન્ટ માટેને એપ થકી થઈ હોવાનુ પોલીસ માની રહી છે.

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના કમિશનર મિલિંદ ભારમ્બેએ કહ્યુ હતુ કે, કુન્દ્રાનો અશ્લીલ ફિલ્મોને વેપાર લોકડાઉનમાં પણ સારો ચાલી રહ્યો હતો અને તે એક દિવસમાં 6 થી 8 લાખની કમાણી કરી રહ્યો હતો.

કુન્દ્રાએ 18 મહિના પહેલા જ આ બિઝનેસની શરૂઆત કરી હતી. આ કંપનીમાં કુન્દ્રાની તેના પિતરાઈ પ્રદીપ બક્સી સાથે પાર્ટનરશીપ હતી.

તેમણે કહ્યુ હતુ કે, શરૂઆતમાં દિવસની બે થી ત્રણ લાખની કમાણી થતી હતી પણએ પછી આ રકમ વધીને 6 થી 8 લાખ રૂપિયા થઈ ગઈ હતી. પૈસાની ટ્રાન્સફરના હજારો ડોક્યુમેન્ટ છે. તેની તપાસ ચાલી રહી છે.અત્યાર સુધી અમે અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે

(12:00 am IST)