મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

સુકમાના કુંદેહ ગામથી કસબીઓ દ્વારા અપહરણ કરાયેલ ૩૪ ગ્રામજનો હેમખેમ પરત ફર્યા

નકસલીઓએ લોક અદાલતમાં ગ્રામીણોની પુછપરછ કરીઃ પોલીસથી દુર રહેવા આપી ચેતવણી

સુકમાઃ છત્તીસગઢના સુકમા જીલ્લાના જગરગુંડા પોલીસ સ્ટેશનમાં કુંદેહ ગામથી અપહરણ કરાયેલ બધા ૩૪ ગ્રામજનોને નકસલીયોએ ૬૦ કલાક બાદ સુરક્ષિત રીતે છોડી મુકયા હતા.

મંગળવારે મોડી રાત્રે ગ્રામજનો કુંદેહ પહોંચ્યા હતા. જણાવાયેલ કે નકસલીઓએ જન અદાલત લગાવી તમામ લાંબી પુછપરછ કરેલ. બાદમાં ગ્રામજનોના અનુરોધ પર ૩૪ યુવાઓને છોડી મુકાયેલ. આ તમામ સાથે કોઇ બળજબરી કરવામાં ન આવેલ. ગામના ૭ યુવાઓને પોલીસના ખબરી હોવાના આરોપમાં અપહરણ કરી લેવાયેલ. ત્યારબાદ ૧૩ અન્ય યુવાઓને પણ સાથે લઇ જવાયેલ. તેમને છોડાવવા ગામથી ગયેલ ૨૪ ગ્રામીણો પણ નકસલીઓની ગીરફતમાં આવી ગયેલ.

જગરગુંડા પોલીસ સ્ટેશનના જ ગામ તોલાવર્તીમાં નકસલીઓએ જન અદાલત લગાવી બધાની લાંબી પુછપરછ કરેલ. જેમાં અનેક નકસલી નેતા હાજર હતા. તેઓની નારાજગી હતી કે કુંદેડ ગામના યુવાઓએ આ વિસ્તારની મહત્વની જાણકારી પોલીસને આપી હતી. જેથી નકસલીઓને નુકશાન થયેલ. તમામ ગ્રામજનોને પોલીસથી દુર રહેવાની ચેતવણી આપી છોડી મૂકાયેલ. સુકમાના એસપીએ તમામ લોકોના પરત આવ્યાની પુષ્ટી કરી હતી.

(2:56 pm IST)