મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

રાજકીય ફલક વિસ્તારવાની તૈયારીમાં રાજા ભૈયા : પોતાની પાર્ટીના ઉમેદવારોને યુપી વિધાનસભાની તમામ સીટો ઉપર ઉતારશે!

લખનૌ, તા., ૨૨: રપ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહએ પ્રતાપગઢના કુંડામાં હુંકાર કરી 'ગુંડા વિહિન કુંડા, ધ્વજ ઉઠાવો બંન્ને હાથ'નો નારો આપ્યો હતો. ત્યાર બાદ માયાવતી સરકારમાં પણ કુંડાની રાજકીય ક્ષિતીજના કેન્દ્રમાં રહી હતી.  પરંતુ કલ્યાણસિંહ અને માયાવતી જે રાજાભૈયાને મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગતા હતા તેમનું ફદીયુય આવ્યું ન હતું. હવે ફરી એક વાર રાજા ભૈયા સમાચારોમાં છે.  પ્રતાપગઢ જીલ્લા પંચાયતના અધ્યક્ષ અને કુંડાના કેટલાય બ્લોકોમાં  સતારૂઢ સરકારની તમામ કવાયત પછી પણ રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા સર્મથીત ઉમેદવારો જ જીત્યા છે.  છેલ્લા ૩ દશકથી પ્રતાપતગઢના રાજકારણમાં અપક્ષ ઉમેદવારના રૂપમાં ચર્ચામાંં રહેલા રાજા ભૈયાએ પોતાની જનસતાદળ (લોકતાંત્રીક) ના નામથી પાર્ટી  બનાવી છે. હવે રાજા ભૈયા પોતાનું ફલક પ્રતાપગઢથી આગળ વધારવાની તૈયારીમાં છે. ર૦રરની યુપી વિધાનસભા ચુંટણીઓમાં તમામ સીટ ઉપર પોતાની પાર્ટીના ઉમેદવાર લડાવવા રાજા ભૈયા તૈયારી કરી ચુકયા છે.

ર૪ વર્ષની ઉંમરમાં રાજકારણમાં પ્રવેશેલા  કુંડા તાલુકાના બેન્તી રિયાસતના રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયાએ ૧૯૯૩માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે પણ ઉંમરને લઇને વિવાદ થયો પરંતુ અંતે કાંઇ ન થયું. માયાવતીના શાસનમાં તેમના ઉપર પોટો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો અને જેલમાં ધકેલી દેવાયા હતા. યુપીના રાજકારણમાં પોતાના સ્વબળે જગ્યા બનાવી ઉભેલા રાજા ભૈયાએ ર૦૧૮માં લખનૌમાં જનસતાદળ-લોકતાંત્રીકના નામે પોતાની રાજકિય પાર્ટી શરૂ કરી હતી. આ પાર્ટીના તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પાર્ટીનો પ્રભાવ કુંડા અને બાબાગંજ (પહેલા બિહાર વિધાનસભા ક્ષેત્રમાં આવતું) માં વધુ છે. જનસતાદળે ર૦૧૯ની લોકસભા ચુંટણીમાં પ્રતાપગઢ સીટ ઉપરથી એમએલસી અધ્યક્ષ પ્રતાપસિંહ અને કૌશાંબીના પુર્વ સાંસદ શૈલેન્દ્રકુમારને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ બંન્ને સીટો ઉપર તેમનો પરાજય થયો હતો. રાજકીય સફરમાં જનતાદળ માટ બીજી ચુંટણી જીલ્લા પંચાયત અધ્યક્ષની હતી. પ્રતાપગઢ ક્ષેત્રમાં રાજાભૈયાનો અઢી દશકથી દબદબો છે. જીલ્લા પંચાયત અને બ્લોક પ્રમુખની ચુંટણીઓમાં તેમના સમર્થકો જ જીતે છે. ભાજપ-સપાની પ સરકારોમાં રાજા ભૈયાનો મંત્રી બનવાનો રેકોર્ડ છે. તેઓ કલ્યાણસિંહ, રામપ્રકાશ ગુપ્તા, રાજનાથસિંહ, મુલાયમસિંહ અને અખીલેશ સરકારમાં કેબીનેટ મંત્રી રહી ચુકયા છે. કુંડા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ વખત અપક્ષ ધારાસભ્ય બનવાનો રેકોર્ડ તેમના નામ ઉપર છે.

પ્રતાપગઢ, સુલતાનપુર અને કૌશાંબી જેવા જીલ્લાઓમાં રાજાભૈયાની પાર્ટી મજબુત છે. પરંતુ સંપુર્ણ રાજયમાં સંગઠન ઉભુ કરવુ તેમના માટે પડકારરૂપ રહેશે. પાર્ટીના વૈચારીક આધાર ઉપર મોટા ભાગના જીલ્લાઓમાં ક્ષત્રીય એટલે કે ઉચ્ચ વર્ગના સવર્ણો જોડાયેલા છે.

(3:00 pm IST)