મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

દુર્લભ બિમારી...ના દાંત, ના માથા પર વાળ! ૧૮ વર્ષની ઉંમરમાં જ આ યુવતી બની ગઇ ૧૪૪ વર્ષની વૃદ્ઘ!

લંડન, તા.૨૨: હોલીવુડ સુપરસ્ટાર બ્રેડ પિટે થોડા વર્ષો પહેલા એક ફિલ્મ કયુરિયસ કેસ ઓફ બેંજામિન બટનમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં બ્રેડના કિરદારનો જયારે જન્મ થાય છે તો તે વૃદ્ઘ હોય છે અને જયારે તેનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે એક નવજાત શિશુમાં તબદીલ થઇ જાય છે. કંઇક આવી જ સ્ટોરી અશાંતિ સ્મિથની છે.

ઇંગ્લેન્ડના વેસ્ટ સસેકસમાં રહેતી સ્મિથને દુનિયાનુ્ં સૌથી દુર્લભ સિંડ્રોમ છે. સ્મિથને હચિનસન ગિલફોર્ડ પ્રોગેરિયા સિંડ્રોમ છે જેના કારણે તે જયારે એક વર્ષ પુરુ કરે છે તો તેનું શરીર આઠ વર્ષ વધી ચુકયુ હોય છે. તેના કારણે ૧૮ વર્ષની સ્મિથનું શરીર ૧૪૪ વર્ષના શખ્સ જેવુ થઇ ચુકયું છે.

૧૭ જુલાઇએ સ્મિતનું મોત થઇ ચુકયું છે. તેની ઉંમર ફકત ૧૮ વર્ષની હતી પરંતુ તેને જોઇને કોઇ કહી ન શકે તે ૧૮ વર્ષની યુવતી છે. સ્મિથનું જયારે મોત થયું તો તેના ૩૩ વર્ષીય પિતા શેન વિકેન્સ, તેની મા અને ૨૫ વર્ષની મિત્ર કાર્ટરાઇટ તેની સાથે હતાં. સ્મિથે પોતાની માતાને અંતિમ શબ્દોમાં કહ્યું હતું કે- હવે તમારે મને જવા દેવી પડશે.

સ્મિથની માતાએ કહ્યું કે પ્રોગેરિયાથી તેની મોબિલીટી પર ફરક પડ્યો પરંતુ લાઇફને લઇને તેના ઉત્સાહમાં કોઇ ફરક ન આવ્યો. ગંભીર સિંડ્રોમ હોવા છતાં તે પોતાની પરિસ્થિતિને લઇને વિચલિત ન થઇ. તે પોતાના દિલની વાત અમને જણાવતી હતી. તેનો વિલપાવર ખૂબ જ સ્ટ્રોંગ હતો. હું તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેણે પોતાની હિંમતથી લોકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું.

જો કે ૧૪૪ વર્ષનું શરીર હોવા છતાં સ્મિથ પોતાના મિત્રો સાથે રિલેકસ કરતી હતી. મે મહિનામાં તેણે પોતાનો ૧૮મો જન્મ દિવસ ઉજવ્યો હતો અને તે દરમિયાન તેણે પોતાની ફેવરેટ કોકટેલ ડ્રિંકનો આનંદ પણ માણ્યો હતો.

સાથે જ આ મામલે વાત કરતાં કાર્યરાઇટે કહ્યું કે સ્મિથની જેવી સ્થિતિ હતી, તેના કારણે તે કયારે માનસિક રીતે નકારાત્મક ફીલ કરતી ન હતી. તે ખૂબ જ નોર્મલ હતી. તેનું શરીર ભલે ૧૦૦ વર્ષથી વધુ હતું પરંતુ તેનું મન તો ૧૮ વર્ષનું જ હતુ.

જણાવી દઇએ કે બ્રેડ પિટની ફિલ્મ આવ્યા બાદ આ દુર્લભ કંડીશન પ્રોગેરિયાને બેંજામિન બટન કંડીશન પણ કહેવામાં આવ્યુ. આ ખૂબ જ દુર્લભ સિંડ્રોમ છે. પરંતુ કોઇપણ બાળકમાં તે બે વર્ષની ઉંમરથી જ ખબર પડી જાય છે. સામાન્ય રીતે આ સિંડ્રોમમાં બાળકના વાળ ખરવા લાગે છે, ગ્રોથ અટકી જાય છે અને સામાન્ય રીતે આ કંડીશન સામે ઝઝૂમી રહેલા બાળક ૧૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે.

(3:51 pm IST)