મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

ફાંદ દૂર કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ આ ૧ ઉપાય કરી લોઃ ૭ દિવસમાં દેખાશે અસર

પેટ પર ચરબીના થર હોય તો રોજ સવારે એક હર્બલ ડ્રિંક પીવો

નવી દિલ્હી,તા.૨૨: મેદસ્વિતા એક પ્રકારની બીમારી છે, જે તમારી પર્સનાલિટીને ખરાબ કરે છે. સાથે જ આ પોતાની સાથે નાની-નાની બીમારીઓનું ઘર પણ હોય છે. જો તમે પેટની ચરબી દૂર કરવા માંગો છો તો અહીં જણાવેલો ઉપાય કરો.

મેદસ્વિતા અનેક બીમારીઓ જેમ કે, બ્લડપ્રેશર, કમરનો દુઃખાવો, હાર્ટ પ્રોબ્લેમ, ઘૂંટણમાં દુઃખાવાને આમંત્રણ આપે છે.

 મેદસ્વિતા ઘટાડવા માટે લોકો ડાયટિંગ, જિમમાં વર્કઆઉટ વગેરે કરે છે, પરંતુ તેમ છતાં વજન ઓછું નથી કરી શકતા કારણ કે તેમનો ડાયટ પ્લાન યોગ્ય નથી હોતો. જો ભોજન પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે અને સાથે વર્કઆઉટ કરવામાં આવે તો ઝડપથી વજન ઘટાડી શકાય છે. આજે અમે તમને એવો ઉપાય જણાવીશું, જેનાથી તમે માત્ર ૭ દિવસમાં વજન ઘટાડી શકો છો અને તેમાં આ સ્પેશિયલ ડ્રિંક તમારી મદદ કરશે.

આ વસ્તુઓ જોઈશેઃ ૨ ચમચી એપલ સાઇડર વિનેગર, ૨ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી મધ, ૧ ચમચી તજનો પાઉડર, ૧ કપ ગરમ પાણી

ઉપયોગઃ સૌથી પહેલા એક કપ ગરમ પાણીમાં બધી જ વસ્તુઓ સરખી રીતે મિકસ કરી લો. ધ્યાન રાખજો કે તજનો પાઉડર નીચે ન બેસી જાય. આ ડ્રિંકને રોજ સવારે ખાલી પેટ અને રાતના સૂતા પહેલા એક કપ પીવો. આ તમારા શરીરના ટોકિસન્સને બહાર કાઢવામાં કારગર સાબિત થશે. તેનાથી તમારા પેટની ચરબી સરળતાથી ઓગળવા લાગશે.

ડ્રિંક ફાયદા : એપલ સાઇડર વિનેગર એન્ટીઓકસીડેન્ટ અને અનેક તત્વોથી ભરપૂર છે, જે મેદસ્વિતા, બ્લડપ્રેશર અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. તેમજ લીંબુમાં વધુ માત્રામાં વિટામિન સી અને એન્ટીઓકસીડેન્ટ રહેલાં હોય છે, જે તમારી ઈમ્યૂનિટી સિસ્ટમને ઠીક રાખે છે. મધ પાચન સંબંધી સમસ્યાઓને ઠીક કરે છે.

સાથે જ તેમાં રહેલાં એન્ટીબેકટેરિયલ, એન્ટીઓકસીડેન્ટ જેવા તત્વો શરીરને હેલ્ધી અને ફિટ રાખે છે. (ડોકટરને પુછી આ બાબતે આગળ વધવું) 

(10:28 am IST)