મુખ્ય સમાચાર
News of Thursday, 22nd September 2022

ઉંમર પ્રમાણે પુરૂષોનું બીપી કેટલું હોવું જોઇએ ?

નવી દિલ્‍હી તા. ૨૨ : આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો પોતાના સ્‍વાસ્‍થ્‍યને નજરઅંદાજ કરવા મજબૂર છે. જેના કારણે મોટાભાગના લોકો બ્‍લડ પ્રેશરની સમસ્‍યાનો સામનો કરી રહ્યા છે. સામાન્‍ય બ્‍લડ પ્રેશર આપણા માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍યને પ્રતિબિંબિત કરે છે. પરંતુ જો તે સંતુલિત ન હોય તો અનેક પ્રકારની સમસ્‍યાઓ આપણા શરીરને ઘેરી લે છે.
આજકાલ દરેક વય અને જાતિના લોકો તેનો શિકાર બની રહ્યા છે. પરંતુ આ સમસ્‍યા પુરૂષોમાં વધુ જોવા મળે છે. દરેક વ્‍યક્‍તિનું બ્‍લડ પ્રેશર ઉંમર અને તબીબી સ્‍થિતિ અનુસાર બદલાય છે..
બ્‍લડ પ્રેશર બે રીતે માપવામાં આવે છે. સિસ્‍ટોલિક અને ડાયસ્‍ટોલિક. જેને સામાન્‍ય ભાષામાં આપણે અપર બ્‍લડ પ્રેશર અને લોઅર બ્‍લડ પ્રેશર કહીએ છીએ. BP માપતી વખતે સિસ્‍ટોલિક જે સૌથી વધુ સંખ્‍યા છે અને ડાયસ્‍ટોલિક જે ઓછી સંખ્‍યા છે, જેમ કે 120/80. બ્‍લડ પ્રેશર શોધવાની આ રીત છે. હવે અમે તમને જણાવીશું કે કઈ ઉંમરના પુરૂષોમાં સિસ્‍ટોલિક અને ડાયસ્‍ટોલિક હોવું જોઈએ.
20-25 વર્ષના પુરૂષોનું BP 120.5/78.5mmHg હોવું જોઈએ
26-30 વર્ષના પુરૂષોનું BP 119.5/76.5 mmHg હોવું જોઈએ
31-35 વર્ષના પુરૂષોનું BP 114.5/75.5 mmHg હોવું જોઈએ
36-40 વર્ષના પુરૂષોનું BP 120.5/75.5 mmHg હોવું જોઈએ
41-45 વર્ષના પુરૂષોનું BP 115.5/78.5 mmHg હોવું જોઈએ
46-50 વર્ષના પુરૂષોનું BP 119.5/80.5 mmHg હોવું જોઈએ
51-55 વર્ષના પુરૂષોનું BP 125.5/80.5 mmHg હોવું જોઈએ
56-60 વર્ષના પુરૂષોનું BP 129.5/79.5 mmHg હોવું જોઈએ
61-65 વર્ષના પુરૂષોનું BP 143.5/76.5 mmHg હોવું જોઈએ
જો કોઈ વ્‍યક્‍તિનું બીપી ઉંમર પ્રમાણે સતત ઊંચું કે ઓછું રહેતું હોય તો તેણે તાત્‍કાલિક ડોક્‍ટરની સલાહ લેવી જોઈએ અને પોતાના સ્‍વાસ્‍થ્‍ય પર ધ્‍યાન આપવું જોઈએ. જો કે સામાન્‍ય બ્‍લડ પ્રેશર 120/80 mmHg યોગ્‍ય માનવામાં આવે છે, તે ઉંમર પ્રમાણે બદલાય છે.

 

(10:29 am IST)