મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

જમ્મુ-કાશ્મીરના ટુરિઝમ ક્ષેત્રે ઝંપલાવવા ફ્રાન્સની તૈયારી

ફ્રાન્સે ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરમાં પર્યટન અને અન્ય સંભવિત ક્ષેત્રોમાં સહયોગની તકો શોધવાની ઇચ્છા વ્યક્ત કરી

જમ્મુ અને કાશ્મીરમાં ટુરીઝમ ઉદ્યોગમાં ભારત સરકારના સહયોગ સાથે ઝંપલાવવા ફ્રાન્સે ઊંડો રસ દાખવ્યો છે. ટ્વિટર ઉપર આ સમાચાર પછી અનેક લોકોએ કહ્યું છે કે પાકિસ્તાને ફ્રાન્સની ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો છે ત્યારે   ભારત સાથે જોડાવવા ફ્રાંસએ દાખવેલ આતુરતાને ભારતે વધાવી લેવું જોઈએ

ફ્રાન્સે ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરમાં પર્યટન અને અન્ય સંભવિત ક્ષેત્રોમાં સહયોગની તકો શોધવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, શુક્રવારે  કેન્દ્રીય વિકાસ મંત્રી જીતેન્દ્રસિંહને મળતી વેળાએ ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનાઇન દ્વારા આ વાત જણાવવામાં આવી હતી.

(12:00 am IST)