મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

તમિલનાડુમાં AIADMK-ભાજપ ગઠબંધનમાં લડશે ચૂંટણી : અમિતભાઈ શાહ સાથે ડે.સીએમ અને મુખ્યમંત્રીની બેઠક

પલાનીસ્વામીએ કહ્યું હતુ કે ભાજપને AIADMKનું સમર્થન રહેશે. ભાજપ સાથે મળીને વર્ષ 2021ની ચૂંટણી જીતશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન AIADMK અને BJP સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. AIADMK અને BJP એ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત બાદ મુખ્યમંત્રી પલાનીસ્વામી, ઉપ મુખ્યમંત્રી અને અમિતભાઈ  શાહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી.

  આ પહેલા પલાનીસ્વામીએ કહ્યું હતુ કે ભાજપને AIADMKનું સમર્થન રહેશે. ભાજપ સાથે મળી જ વર્ષ 2021ની ચૂંટણી જીતશે. તમિલનાડુ હંમેશા પીએમનું સમર્થન કરશે.

 જ્યારે અમિતભાઈ  શાહે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું હતું કે, 'તમે લોકોએ તમારા દસ વર્ષના કાર્યકાળમાં રાજ્યને આપ્યું છે જ શું? હું વિનમ્રતા સાથે એ કહી રહ્યો છું કે અમે રાજ્યને જે કંઈ પણ આપી રહ્યાં છીએ એ રાજ્યનો અધિકાર છે અને જેનાથી ઘણા સમયથી સુબેના લોકો વંચિત છે.'

અમિતભાઈ  શાહે વધુ કહ્યું હતું કે, આખી દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ  મોદીએ દેશનું નેતૃત્વ કરીને આ મહામારીનો સામનો અડગ રહીને કર્યો છે. આંકડાઓ પરથી જોઈ શકાય છે કે ભારત અન્ય દેશોની સરખામણીએ ખૂબ સારી રીતે કોરોનાને માત આપી છે. સાથે સાથે વાત કરતા શાહે કહ્યું હતું કે જય લલિતાના નેતૃત્વમા જે રીતે તમિલનાડુનો વિકાસ થયો હતો એ રીતે પલાનીસ્વામીના નેતૃત્વમા પણ થશે તેનો મને ભરોસો છે.

(11:13 am IST)