મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનામાં કિસાનોના ખાતામાં ર હજારનો હપ્‍તો આગામી માસમાં જમા થશે : રજીસ્‍ટ્રેશન જરૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના  (PM Kisan)નો સાતમો હપ્તો આગામી મહિને લાભાર્થી કિસાનોના બેન્ક ખાતામાં આવી શકે છે. જો તમે યોજના સાથે જોડાયેલી પાત્રતા શરતોને પૂરી કરો છો અને અત્યાર સુધી સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો રાહ જોયા વગર તત્કાલ રજીસ્ટ્રેશન માટે અરજી કરો. પીએમ કિસાન કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે, તેથી તેના રજીસ્ટ્રેશનને લઈને સ્ટેટસ ચેક સાથે જોડાયેલી બધી સુવિધા કિસાનના પોર્ટલ પર ઉપલબ્ધ છે. તમે PM Kisan મોબાઇલ એપ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવતા પહેલા તેની પાત્રતા શરતો અને કેટલીક અન્ય વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમાં સૌથી મહત્વની વાત છે કે સ્કીમ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સાથે તે પણ નક્કી કરો કે આધાર કાર્ડની તમામ માહિતી સાચી હોય. યોજનાનો લાભ ેવા લોકોને મળે છે, જેના ખુદના નામ પર જમીન છે. તેનો અર્થ છે કે જો જમીન તમારા પિતા કે દાદાના નામ પર છે તો તમે યોજનાનો લાભ ઉઠાવી શકો નહીં. સરકાર સ્કીમ હેઠળ નાણાકીય રકમ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરે છે તો તમારા નામે બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ. સિવાય જો તમે અન્ય પાત્રતા શરતોને પણ પૂરી કરો છો તો સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

(2:17 pm IST)