મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

દેશની ૮૦ ટકા વસ્તીને હજુ પણ ચેપ લાગવાનું જોખમ છે : નિષ્ણાત

સ્વસ્થ્ય થયા પછી પણ કોરોના ફરીવાર થઈ શકે : તજજ્ઞ : આ રસી માત્ર એક સાધન છે, આપણે કોવિડ બિહેવિયર અને માર્ગદર્શિકાને અનુસરતા રહેવું જોઈએ : નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલનો દાવો

નવી દિલ્હી, તા. ૨૨ : સ્વસ્થ થયા પછી પણ કોરોના ફરી થઈ શકે છે, તે ચોક્કસ છે. આ કહેવાનું છે કે, નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલનું. શનિવારે ડોક્ટર પોલે કહ્યું કે કેટલાક લોકો જ પરંતુ કોરોના ફરી સ્વસ્થ થયેલા દર્દીમાં પણ આવી શકે છે. તેવા કેસ મળી રહ્યા છે. તેથી, નિયમો પાલનની ચોક્કસાઈ શરું જ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે સંજોગો પ્રમાણે દેશની ૮૦ ટકા વસ્તીને હજુ પણ ચેપ લાગવાનું જોખમ છે. હા એ વાત સાચી કે રસી આવવાની છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહેવું જોઈએ. આ રસી માત્ર એક સાધન છે, આપણે કોવિડ બિહેવિયર અને માર્ગદર્શિકાને અનુસરતા રહેવું જોઈએ.

મીડિયા સાથે વાત કરતા ડો.પોલે કહ્યું કે હમણાં દિલ્હીમાં કોરોન તેના સૌથી ઉચ્ચ સ્તરે છે. તેથી લોકોને વ્યક્તિગત સ્તરે સમજવું પડશે. આપણે ટ્રેકિંગ અને આઇસોલેશનને ધ્યાનમાં લેવું પડશે. અત્યારે સૌથી અગત્યની બાબત એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આશરે ૧૫ થી ૨૦ લોકોને આઇસોલેટ કરવા જોઈએ, કારણ કે તેઓ અજાણતા પણ ચેપ ફેલાવતા રહેશે.

ડોક્ટર પોલે કહ્યું કે જે પણ પોઝિટિવ મળી આવે જરૂરી છે કે તેને બે દિવસ પહેલા સુધી મળેલા તમામ લોકોની ઓળખ કરવામાં આવે અને તેમને આઇસોલેટ કરવામં આવે. તેમણે કહ્યું કે દર્દીના સંપર્કમાં આવનારા આ લોકો ૭ દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટીન થઈ જવું જોઈએ, જેથી તેઓ તેમના કુટુંબમાં અથવા અન્ય લોકોમાં ચેપ ન લાવે, જેના પછી તેઓએ તેમની તપાસ કરાવવી જોઈએ.

ડોક્ટર પોલે કહ્યું કે જો કોરોના પરીક્ષણનો રિપોર્ટ સકારાત્મક આવે તો તેના અનુસાર પગલા લેવા જોઈએ. જો તે નકારાત્મક આવે છે તો તમે પહેલાની જેમ રૂટિન જીવન જીવી શકો. જો કોઈ પરીક્ષણ કરાવવા નથી માંગતા તો પછી ૧૪ દિવસ માટે ક્વોરન્ટીનમાં રહો. આ દરમિયાન તેમણે સંકેત પણ આપ્યા હતા કે આગામી દિવસોમાં ક્વોરન્ટીન ન થનારા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવી શકે છે. ડો.પોલે કહ્યું કે કોવિડ રસી અંગે પીએમ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એક બેઠક મળી હતી. બધા પાસાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. વડા પ્રધાન તરફથી કેટલાક સૂચનો પણ મળ્યા છે, જેના આધારે કામગીરી શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ભારતમાં હાલમાં કોવિડની ૫ રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યુટનું પરીક્ષણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. થોડા દિવસોમાં તેનું પરિણામ આવશે. એ જ રીતે, આઈસીએમઆરઅને ભારત બાયોટેકની રસી પણ ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે.

ડોક્ટર પોલે કહ્યું કે આ ઉપરાંત અન્ય બે રસી ફાઈઝર અને મોડર્નાની છે. અમે તેમના પણ સંપર્કમાં છીએ. પરંતુ એક વાત હજુ સુધી સ્પષ્ટ છે કે કોઈ રસીને હજુ લાઇસન્સ નથી મળ્યું. આમ છતાં, પોલે કહ્યું કે આ રસી આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

(7:39 pm IST)