મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

બરાક ઓબામાનું ખળભળાટ મચાવતું નિવેદન: ટ્રમ્પ નહીં માને તો સીલ કમાન્ડો મોકલી વ્હાઇટ હાઉસમાંથી તગેડી મુકાશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા છે.જો કે, તેણે હાર સ્વીકારી નથી અને કાનૂની યુક્તિઓ અજમાવી રહ્યો છે.ટ્રમ્પ 3 નવેમ્બરથી વ્હાઇટ હાઉસમાંથી બહાર જ નીકળ્યા નથી.હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પની આ જીદ અંગે કહ્યું હતું કે - જો કોઈ વ્હાઇટ હાઉસના કોઈ ખૂણામાં છુપાઈ બેઠો રહેશે, તો હું તેને અમારા નેવી સીલ કમાન્ડોની ટીમ મોકલી બહાર તગેડી મુકાવીશ.

 નેવી સીલ કમાન્ડોને ફક્ત અમેરિકામાં જ નહીં, પણ વિશ્વભરમાં સૌથી ખતરનાક કમાન્ડો ગણવામાં આવે છે.નેવી સીલ કમાન્ડોઝે 2 મે 2011 ની રાત્રે પાકિસ્તાનના એબોટાબાદમાં દિલધડક ઓપરેશન હાથ ધરીને અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનની હત્યા કરી હતી.

(8:28 pm IST)