મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

સાવધાન: સ્વાદ અને ગંધ નથી અનુભવાતી ?તો હોય શકે સંકેત : કોરોનાને ઓળખવા મળ્યું મહત્ત્વનું લક્ષણ

લગભગ 40 ટકા લોકોને ગંધ અને સ્વાદ અનુભવવામાં તકલીફ પડી રહી હતી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ ઘણા સ્વરૂપ બદલી રહ્યો છે ત્યારે નોએડા સ્થિત હોસ્પિટલના ઇન્ટરનેશનલ પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર નિષ્ણાત ડો. અરુણ લખનપાલના જણાવ્યા મુજબ કોરોનાના પ્રારંભમાં જ ગંધ અને સ્વાદ અનુભવાતા નથી. આ બાબત કોરોનાને પારખવાનો એક સારો સંકેત છે. તેનાથી તરત ખબર પડે છે કે તે વ્યક્તિને કોરોના વાઇરસ થવાની સંભાવના વધારે છે.

તેમણે જણાવ્યું હતું કે તે વધુને વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે કે લગભગ 40 ટકા લોકોને ગંધ અને સ્વાદ અનુભવવામાં તકલીફ પડી રહી હતી. સામાન્ય રીતે આ સારો સંકેત છે. આનાથી ઘણા દર્દીઓને સમય રહેતા સારવાર મળી અને તે સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. જ્યારે મોટાભાગના મામલામાં તો કોરોનાના દર્દીઓમાં આવા કોઈ લક્ષણ દેખાતા ન હતો. આવા રોગી કોરોનાથી તો જીતી જાય છે, પરંતુ તે ડર હોયછે કે તે બીજા કેટલાય લોકોને ચેપગ્રસ્ત કરશે

ડો. સશુલા કટારિયા સિનિયર ડાયરેક્ટર ઇન્ટરનેશનલ મેડિકલ વિભાગમાં કોવિડની ટીમની આગેવાની સંભાળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મારા રિસર્ચમાં ગંધ અને સ્વાદના નુકસાનવાળા મોટાભાગના દર્દીઓને ગંભીર રોગ થતા નથી. કટારિયાએ જણાવ્યું હતું કે તેમને ઓક્સિજન સપોર્ટની જરૂર પડતી નથી અને તેમાના મોટાભાગનાએ હોસ્પિટલોમાં ભરતી થવાની જરૂર પણ હોતી નથી.

 

ડોક્ટરે જણાવ્યું હતું કે જો સ્વાદ બરાબર ન અનુભવાય અને તમને ગંધ ન આવે તો આ એક સારો સંકેત છે. આ એક એવું લક્ષણ છે જેના દ્વારા તમને ખબર પડે છે કે તમે કોરોનાગ્રસ્ત છો. તેનાથી પણ સારી વાત એ છે કે જે પણ દર્દીઓમાં ગંધ અને સ્વાદની સમસ્ય હોય છે તેમા શ્વાસની તકલીફ સામાન્ય રીતે જોવાઈ નથી. તેથી દર્દીની સ્થિતિ વધારે બગડતી નથી. કોરોનાના દર્દીઓને ગંધ, સ્વાદ જતી રહેવી તથા ઝાડા થવાનું વાસ્તવિક કારણ શું છે, તેની ખબર હોતી નથી. તેમણે સમજાવ્યું કે ક્યારેક જીભનો સ્વાદ જઈ શકે છે, કેમકે ગંધ સાથે જ્યાં બે ઇન્દ્રિયો જોડાઈ છે ત્યાં કોરોનાના લીધે નુકસાન થાય છે.

(11:21 pm IST)