મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

નેધરલેન્ડ્સમાં નાઇટ કર્ફયુમાં ફરવા મળે એ માટે લોકો હોમ ડિલિવરી બોયના યુનિફોર્મ પહેરીને નીકળી પડે છે

લંડન તા. ૨૩ : નેધરલેન્ડ્સમાં બીજા વિશ્વયુદ્ઘ પછી પહેલી વખત રાષ્ટ્રવ્યાપી કરફયુ રોગચાળાને કારણે લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં ત્યાં નાઇટ-કરફયુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક સમય પ્રમાણે રાતે ૯ વાગ્યાથી પરોઢિયે સાડાચાર વાગ્યા સુધી નાઇટ-કરફયુ લાગુ કરવામાં આવશે. અલબત્ત્। એમાં ખાદ્ય ચીજો તથા અન્ય માલસામાનની હોમ ડિલિવરી કરનારાઓ સહિત આવશ્યક ચીજો અને સેવાઓને હરવા-ફરવા પર પ્રતિબંધમાંથી બાકાત રાખ્યા છે. જોકે જનતાએ પ્રતિબંધમાં અપવાદના મુદ્દાના લાભ લેવાના રસ્તા વિચારી રાખ્યા છે.

નાઇટ-કરફયુમાં પાળેલાં પ્રાણીઓને બહાર ફરવા લઈ જવાની છૂટ હોવાથી ડોગ સર્વિસિસ પાસેથી કૂતરાં ભાડે રાખવા અનેક શ્વાનો સંબંધી સેવાઓ લેવાના કિસ્સા વધી ગયા છે. એ ઉપરાંત હોમ ડિલિવરી બોયના યુનિફોર્મ્સની ડિમાન્ડ વધી છે. ડોગ સર્વિસિસ માટે નોટ ફોર પ્રોફિટ વેબસાઇટ ચલાવતા જોસ વાનનું કહેવું છે કે સામાન્ય રીતે અમને સર્વિસિસ માટે દર અઠવાડિયે લગભગ ૧૦ રિકવેસ્ટ કે ઓફર્સ મળે છે, પરંતુ ગયા મંગળવારે નાઇટ-કરફયુની જાહેરાત કરાયા બાદ શ્વાન ભાડે લેવા માટે છેલ્લા બે-ત્રણ દિવસમાં ૩૦૦થી વધારે રિકવેસ્ટ કે ઓફર્સ મળી છે.

(10:14 am IST)