મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીક્યો

દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું

નવી દિલ્હી: આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું છે ડીઝલની કિંમતોએ રેકોર્ડ લેવલ બનાવ્યું છે. સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે.

મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર તો દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75. 88 રૂપિયા થયું છે. દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું

છે. દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું છે. અઢી મહિનામાં 5 રૂપિયા સુધી ડીઝલના ભાવમાં વધારો થયો છે.
અમદાવાદમાં ૧૦ જાન્યુઆરી પછી સતત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે. આજે અમદાવાદ શહેરમાં પેટ્રોલ 83.10 રૂપિયા અને ડિઝલ 81.75 રૂપિયા છે. 10 તારીખ પછી અમદાવાદ શહેરમાં પેટ્રોલના ભાવમાં 1.25 રૂપિયાનો વધારો થયો છે. ડિઝલમાં 10 તારીખથી અત્યાર સુધીમાં 1.65 રૂપિયાનો વધારો નોંધાયો છે.
ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. મોંઘા ડીઝલ અને ખેડૂત આંદોલનના કારણે સામાનનો સપ્લાય ઘટી રહ્યો છે. ફળ અને શાકના ભાવ પણ ઉંચા જઈ રહ્યા છે. દિલ્હીમાં ડીઝલની કિંમતો ઓલ ટાઈમ હાઈથી 7 પૈસા ઘટી છે. મુંબઈમાં આ રેકોર્ડ લેવલને પાર કરી ચૂકી છે

(10:47 am IST)