મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

યોગી બાદ નંબર આવે છે ગૃહમંત્રી શાહનો

સર્વેમાં ખુલાસોઃ લોકો મોદી પછી યોગીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે

નવી દિલ્હી, તા.૨૩: તાજેતરના એક સર્વેમાં ખુલાસો થયો છે કે હવે જો ચૂંટણીઓ યોજાશે તો ભાજપ ફરીથી બહુમતી સાથે સત્ત્।ામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે, પરંતુ શું તમને ખબર છે કે નરેન્દ્ર મોદી બાદ લોકો કોને પીએમ તરીકે જોવા માંગે છે. ઇન્ડિયા ટુડે અને કાર્વી ઇનસાઇટ્સ દ્વારા કરવામાં આવેલા 'મૂડ ઓફ ધ નેશન'(પ્બ્વ્ફ) સર્વે અનુસાર લોકો આગામી પીએમ તરીકે યોગી આદિત્યનાથને જોવા માંગે છે. આ સર્વેને ૩ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી,૨૦૨૧ ની વચ્ચે ૧૨,૨૩૨ લોકો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૬૭ ટકા ગ્રામીણ વસ્તી અને ૩૩ ટકા શહેરી વસ્તીનો સમાવેશ થાય છે.

આમ તો અત્યારે મોટાભાગના લોકો અહીં ઇચ્છે છે કે પીએમ મોદી જ દેશના આગામી પીએમ બને, પરંતુ બાદ બીજા નંબર પર છે યોગી આદિત્યનાથ. ૩૮ ટકા લોકો ઇચ્છે છે કે આગામી પીએમ પણ મોદી જ છે. તો મોદી બાદ બીજા નેતા તરીકે ૧૦ ટકા લોકો યોગી આદિત્યનાથને પીએમ તરીકે જોવા માંગે છે, જયારે ૮ ટકા લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે યોગી આદિત્યનાથની લોકપ્રિયતા વધી ગઇ છે.

જો આપણે સર્વેની વાત કરીએ તો ૭ ટકા લોકો રાહુલ ગાંધીને આગામી વડાપ્રધાન તરીકે જોવાની ઇચ્છા રાખે છે. તો ૫ ટકા લોકો અરવિંદ કેજરીવાલને પસંદ કરે છે. સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને ૪-૪ ટકા લોકોને પીએમની ખુરશી પર જોવા માંગે છે. પ્રિયંકા ગાંધી વિશે વાત કરીએ તો ૩ ટકા લોકો ઇચ્છે છે કે તેઓ વડાપ્રધાન બને. રાજનાથ સિંહને પણ ૩ ટકા લોકોએ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. માયાવતી, અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ઘવ ઠાકરે, નીતિશ કુમાર અને નીતિન ગડકરીને ૨-૨ ટકા લોકો જ આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

આ સર્વે લોકોને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તેમના ફેવરેટ મુખ્યમંત્રી કોણ છે. દેશની પ્રજામાં સૌથી વધુ ૨૫ ટકા લોકોએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ફેવરેટ સીએમ ગણાવ્યા. લોકોએ માન્યું છે કે તેઓ સારું કામ કરી રહ્યા છે. તો બીજા નંબર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જેમને ૧૪ ટકા લોકો બેસ્ટ સીએમ તરીકે માને છે. આ યાદીમાં ત્રીજા નંબર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જે ૮ ટકા લોકોને પસંદ છે.

(11:38 am IST)