મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

ઈંગ્લેન્ડમાં સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ : લોકોને ઈમરજન્સી સિવાય ઘર બહાર નહીં નીકળવા તાકીદ : નવા ૪૦ હજાર કેસ : અમેરિકામાં સતત ત્રીજા દિવસે બે લાખ નીચે કોરોના કેસ રહ્યા : ૪ હજાર મૃત્યુ

અમેરિકામાં આજે ત્રીજા દિવસે પણ બે લાખ નીચે કોરોના કેસ રહ્યા છે : આઈસીયુમાં ૨૨ હજાર અને મૃત્યુ આંક ૪૦૦૦ની આસપાસ યથાવત રહેલ છે : ઇંગ્લેન્ડમાં સ્થિતિ ભયાનક : લંડનથી અકિલાના શ્રોતા પ્રતાપભાઈ ગોઢાણિયા જણાવે છે કે અહીં કોરોનાના બેફામ-બેકાબુ બનેલ છે, આઉટ ઓફ કંટ્રોલ છે અને સરકારે ઈમરજન્સી સિવાઈ  લોકોને ઘર બહાર નહીં નીકળવા આદેશ આપ્યા છે, છેલ્લા ૨૪ કલાકમાં ઇંગ્લેન્ડમાં વધુ ૪૦ હજાર લોકોને કોરોના વળગી ચૂક્યો છે, ૩૮૦૦૦ હોસ્પિટલમાં છે, ચાર હજાર આઈસીયુમાં અને ૧૪૦૦ નવા મૃત્યુ થયા છે : ચીનમાં છેલ્લા કેટલાય દિવસોથી રોજ ૧૦૦ ઉપર કેસ નોંધાતા રહ્યા છે, આજે સવારે ૨૪ કલાકમાં ચીનમાં ૧૦૭ નવા કેસ નોંધાયા : ૬૧ હોંગકોંગમાં અને ઓસ્ટ્રેલિયામાં ઘટીને માત્ર પાંચ નવા કોરોના  કેસ નોંધાણા : સાઉદી અરેબિયામાં ૨૧૩ નવા કેસ : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૩૫૦૦ નવા કેસ : ઇટાલીમાં ૧૩૦૦૦ ભારતમાં ૧૪૨૫૬ નવા કેસ, ૧૫૨ નવા મૃત્યુ સાથે૧૭, ૧૯૨ સાજા થયા છે : જર્મનીમાં ૧૬,૦૦૦ : રશિયા ૨૧,૦૦૦ અને ફ્રાન્સમાં ૨૩ હજાર તથા બ્રાઝિલમાં ૫૫,૦૦૦. નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે.

(11:39 am IST)