મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

જ્યારે સાથે રહેવાની સંભાવનાઓ રહે નહિ તો છુટાછેડા માટે કાયદાકીય રાહ જોવાની જરૂર નથી : કોર્ટ

પંજાબ-હરિયાણા હાઇકોર્ટે છુટાછેડા પર તાત્કાલીક ધોરણે નિર્ણય લેવાનો આદેશ આપ્યો

ચંદીગઢ : પતિ-પત્ની દ્વારા તલાક માટે છ મહીનાની કાયદાકીય રીતે સાથે રહેવાની સમય મર્યાદા માફ કરવાની અરજીને સ્વીકાર કરીને પંજાબ-હરિયાણા હાઇકોર્ટ ફેમીલી કોર્ટે તલાક કરીને તરત નીર્ણય લેવાનો આદેશ આપ્યો છે. હિસાર નિવાસી દંપતીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું કે તેના લગ્ન ૨૦૧૮માં થયા હતા અને ૨૦૧૯ સુધી બંને સાથે રહ્યા. આ દરમ્યાન તેમની વચ્ચે સંબધ બગડવા લાગ્યા અને સ્થિતી એવી બની છે કે હવે તેઓ સાથે રહેવા ઇચ્છતા નથી

બંને સંમિતીથી તલાક ઇચ્છે છે અને તેના માટે તેઓએ ઓકટોબર ૨૦૨૦ને હિસારની ફેમીલી કોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે. અરજીકર્તાએ જણાવ્યુ કે ફેમીલી કોર્ટે બંનેના નિવેદન નોંધીને સુનવણી એપ્રિલ ૨૦૨૧ સુધી ટાળી દીધી છે.

ફેમીલી કોર્ટમાં દંપતીએ તલાક માટે છ મહીના સાથે રહેવાની શરત હટાવા માટે અરજી પણ દાખલ કરી હતી. પરંતુ તેને ફગાવી દેવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે હવે તે કોઇ બીજા સાથે લગ્ન કરવા ઇચ્છે છે પરંતુ તલાક ન મળવાના લીધે તે એવું કરી રહ્યા નથી. ફેમીલી કોર્ટમાંથી અરજી ફગાવ્યા બાદ હવે તેને પાસે હાઇકોર્ટ ઉપરાંત કોઇ વિકલ્પ બચ્યો નથી.

હાઇકોર્ટે તેમનો નિર્ણય સંભળાવીને કહ્યું કે જો પતિ-પત્ની વચ્ચે વિરોધ પેદા થયો હોય અને ભવિષ્યમાં તેના પ્રેમથી રહેવાની સંભાવના ખત્મ થઇ ગઇ હોય તો આ સમયગાળામાંથી છુટ આપવામાં આવશે. સાથે જ કોર્ટેને જો એવું લાગે કે થોડાક દિવસ સાથે રહેવાથી સંબંધોની ખટાસ સમાપ્ત થશે નહિ તો એવામાં છ મહીનાનો કોઇ અર્થ રહેતો નથી.

(11:39 am IST)