મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

સુભાષબાબુની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે મમતા દીદીની આગેવાની હેઠળ કૂચ નીકળી

કોલકત્તા: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શ્યામ બજાર થી રેડ ફોર્ટ સુધીની કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે. દેશભરમાં આજે નેતાજીનો જન્મ દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મોદી સરકારે થોડા દિવસો પહેલાં જ આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવા હાકલ કરી હતી. આજે નરેન્દ્રભાઈની સુભાષબાબુ જેવી કેપ સાથે સેલ્યુટ કરતી તસ્વીર સાથેની વિજ્ઞાપન દેશભરમાં ભારે રસપૂર્વક નિહાળાઈ રહી છે 

(12:31 pm IST)