મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

સીબીઆઈએ કેમ્બ્રિજ એનાલિટિકા સામે એફઆઈઆર નોંધાવી : 2018 ની સાલમાં 5.62 લાખ ફેસબુક ફ્રેન્ડ્સના ડેટાની ઉઠાંતરીનો આરોપ

ન્યુદિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( સી.બી.આઈ. ) એ  કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ લિમોટેડના પ્રતિનિધિઓ એલેક્ઝાન્ડર નિક્સ તથા અલેક્સાન્ડર કોગન  સામે એફઆઈઆર નોંધાવી છે.જેમાં  2018 ની સાલમાં 5.62 લાખ ફેસબુક ફ્રેન્ડ્સના ડેટાની ઉઠાંતરીનો આરોપ લગાવાયો છે. જે અંતર્ગત આ તમારી ડિજિટલ લાઈફ છે તેવી એપ્પનાં માધ્યમથી ફેસબુક ફ્રેન્ડ્સના વ્યક્તિગત તથા ખાનગી બાયોડેટા મેળવી લીધા છે.જેનો ઉપયોગ ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે કરાયો હતો.

 આ અંગે એડીશ્નલ સોલિસિટર જનરલ વિક્રમજિત બેનર્જીએ કાનૂની અભિપ્રાય આપ્યો હતો કે કેમ્બ્રિજ એનાલિટિકા ઉપર કલમ (43 (એ) (ગેરકાયદેસર રીતે કમ્પ્યુટર, કમ્પ્યુટર સિસ્ટમ અથવા કમ્પ્યુટર નેટવર્કને એક્સેસ  કરવી) ની કલમોતેમજ કમ્પ્યુટર સંબંધિત ગુનાઓ ની કલમ લાગુ પડી શકે.તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 171 સી (ચૂંટણીઓમાં અયોગ્ય પ્રભાવ) ની.કલમ લાગુ પાડી શકાય.

ઉપરોક્ત કલમોને ધ્યાને લઇ સી.બી. આઈ.એ એફ.આઈ.આર નોંધાવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:16 pm IST)