ઝી સિનેમામાં 'ખાલીપીલી'નો કાલે રવિવારે વર્લ્ડ પ્રીમીયર
(કેતનખત્રી) અમદાવાદઃ ખાલી પીલીના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે ઇક લફડે કી સવારી પાર્કની આ વખતનું સ્થળ છે, ઝી સિનેમા. એક પાગલ ટેકસી રાઈડની અદ્દભુત વાર્તાની સાથે, પ્રેક્ષકોને પાગલ એકશન, તેજ-તર્રાર નોકઝોક, નોન-સ્ટોપ નાટકબાઝી અને ગેરંટીડ મનોરંજનનું છેલ્લુ સ્ટેશન. મકબૂલ ખાન દ્વારા ડિરેકટ, ખાલી પીલીમાં બી-ટાઉનના ચહિતા નવોદિતો, ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે જોવા મળશે. તો, આ સપ્તાહને અંતે ૨૪મી ના રવિવારે સાંજે ૮ વાગે, વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર સાથે, ઝી ટીવી માં રજુ થશે.
ફિલ્મ વિશે જણાવતા, અનન્યા પાંડે કહે છે, 'ખાલી પીલીએ મને એક એવું પાત્ર કરવાનો મોકો આવ્યો જેને હું વ્યકિતગત રીતે મારી સાથે જોડી શકું છું. પૂજાએ મૂકત, મસ્તીખોર અને સ્વતંત્ર છોકરી છે, જે પોતાને ચાહે છે અને તે જે દુનિયામાં રહેવા ઇચ્છે છે, તેમાં જ રહેતા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.