મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ચાલતા આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ભોપાલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનઃ લાઠીચાર્જ- પોલીસે વોટર કેનનો મારો ચલાવ્‍યો

ભોપાલ: ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે રાજમાર્ગ સુધી પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને તેમના પર વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ રાજભવનનો ઘેરાવ કરવા જતા કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું.

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખેડૂતોના સમર્થનમાં પ્રોટેસ્ટ માર્ચ કાઢી હતી. તે રાજભવન તરફ જઇ રહ્યા હતા પરંતુ રસ્તામાં પોલીસ સાથે અથડામણ થઇ હતી. જે બાદ કાર્યકર્તાઓને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આટલુ જ નહી તેમણે વોટર કેનનો પણ મારો ચલાવવો પડ્યો હતો. આ તમામ કાર્યકર્તા જવાહર ચૌકથી રાજભવન માટે પેદલ માર્ચ પર નીકળ્યા હતા. જે બાદ ભીડને કાબુમાં લેવા માટે પોલીસે આ કાર્યવાહી કરવી પડી હતી.

લખનઉંમાં ખેડૂતોનું એક જૂથ રાજ્યપાલને મળીને ટ્રેક્ટર રેલીનું મેમોરેન્ડમ સોપશે. આ મેમોરેન્ડમ ભારતીય કિસાન યૂનિયનના નેતૃત્વમાં આપવામાં આવશે. આ ખેડૂત કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી કાઢી રાજભવન જવાની તૈયારી કરી રહ્યા છે. આ તમામ ખેડૂત ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે.

હરિયાણા પોલીસ શંકાસ્પદ યુવક યોગેશને લઇને ક્રાઇમ બ્રાંચમાંથી બહાર નીકળી છે. યોગેશે નિવેદન આપ્યુ છે કે ખેડૂત નેતાઓની હત્યા કરવાનો આદેશ તેનો સોનીપતના રાઇ પોલીસ સ્ટેશનના SHO પ્રદીપે આપ્યા હતા પરંતુ રાઇ પોલીસ સ્ટેશનમાં પ્રદીપ નામનો કોઇ વ્યક્તિ નથી. દિલ્હી બોર્ડર પર ધરણા આપી રહેલા ખેડૂતોએ આ શંકાસ્પદ યુવકને પકડ્યો હતો. આ શંકાસ્પદ યુવકે કબુલ કર્યુ કે તે 26 જાન્યુઆરીના દિવસે ખેડૂતોની હત્યા કરવાના ઉદ્દેશ્યથી આવ્યો હતો.

(4:46 pm IST)