મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

અયોધ્‍યામાં શ્રીરામ મંદિરમાં રાવણની પ્રતિમા લગાવવા મથુરા લંકેશ ભક્‍ત મંડળ દ્વારા માંગણીઃ નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવ્‍યો

અયોધ્યા: મથુરાના એક સંગઠને અયોધ્યામાં રામ મંદિરમાં રાવણની પ્રતિમા લગાવવાની માંગ કરી છે. લંકેશ ભક્ત મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ માંગ કરી છે. સંગઠનના અધ્યક્ષ ઓમવીર સારસ્વતે કહ્યુ, “લંકેશ ભક્ત મંડળ પ્રતિમા સ્થાપિત કરવાનો ખર્ચ ઉઠાવશે. તેમણે કહ્યુ કે આવો જ એક પત્ર રામ જન્મભૂમિના અધ્યક્ષને પણ મોકલવામાં આવ્યો છે.

સારસ્વતે કહ્યુ કે અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિમા સ્થાપિત કરવુ રાવણને સાચી શ્રદ્ધાંજલિ હશે, તેમણે કહ્યુ કે અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામના બનાવવામાં આવી રહેલા અદભૂત મંદિરમાં હવે ભગવાન શ્રીરામના આચાર્ય દશાનનની પણ તે રીતે ભવ્ય પ્રતિમા અયોધ્યામાં લાગે. જે રીતે ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા લાગવા જઇ રહી છે, તેમણે કહ્યુ કે તમામ લંકેશ ભક્ત રામ મંદિર નિર્માણમાં પોતાનું દાન આપવાની સાથે લંકેશની ભવ્ય પ્રતિમા માટે પણ દાન આપશે. મહત્વપૂર્ણ છે કે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી દેશવ્યાપી નિધિ સમર્પણ સંગ્રહ અભિયાન ચલાવી રહ્યુ છે. આ અભિયાનમાં લોકો ભાગ લઇ રહ્યા છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય ડિઝાઇનને લઇને પુરી રીતે આશ્વસ્ત છે. તે કહે છે કે જેટલી પ્રમાણિકતા સાથે વૈજ્ઞાનિકોએ પોતાનું કામ કર્યુ છે, તેને કારણે આખી દુનિયા ભારતના એન્જિનિયરિંગ બ્રેનને સ્વીકાર કરશે. તે કહે છે કે મંદિર નિર્માણ શરૂ કર્યા પહેલા ભૂમિગત પરીક્ષણ કરવામાં સાત મહિનાનો સમય જરૂર લાગે છે. છતા પણ મંદિર નિર્માણ મૌલિક સમયમાં કોઇ પરિવર્તન થયુ નથી. એવામાં ફેબ્રુઆરી 2021થી મંદિર નિર્માણમાં 39 મહિનાનો સમય લાગશે. તે કહે છે કે મેન્યુઅલ કાર્ય થવાનું છે, માટે બે-ચાર ટકાના સમયમાં બદલાવ થઇ શકે છે.

રામ મંદિરના પાયા માટે મિર્જાપુરથી આવશે સૈંડ સ્ટોન

રામ મંદિરના પાયાનું કામ કાંટીન્યૂઅસ રાફ્ટ સ્ટોન પદ્ધતિથી પ્રસ્તાવિત કરવામાં આવ્યુ છે. જેની માટે આશરે ચાર લાખ ક્યૂબિક સૈંડ સ્ટોનની જરૂર છે. આ સૈંડ સ્ટોન મિર્જાપુરથી લાવવામાં આવશે. એલએન્ડટીના અધિકારીઓએ ત્યાથી સેમ્પલ મંગાવ્યા હતા જેનો ટેસ્ટ કર્યા બાદ લીલી ઝંડી આપવામાં આવી છે. કહેવામાં આવ્યુ છે કે આ સૈંન્ડ સ્ટોન બંશીપહાડપુર સ્ટોનના મુકાબલે ઘણા કડક છે અને સુવિધાજનક રીતે સુલભ પણ છે. મિર્જાપુરના પત્થરોના સેમ્પલ સાથે ઇટોનું પણ સેમ્પલ આંબેડકર નગરથી મંગાવવામાં આવ્યુ હતું.

(4:47 pm IST)